Kitchen Hacks : શુ તમારી કઢાઈ પણ વારેઘડીએ કાળી પડી જાય છે ? જાણો મિનિટોમાં કેવી રીતે કરશો સાફ

Webdunia
બુધવાર, 27 જુલાઈ 2022 (01:01 IST)
બેકિંગ સોડા અને લીંબુ મિક્સ કરીને કઢાઈ કરો સાફ, 
બેકિંગ સોડા અને વિનેગરને એકસાથે મિક્સ કરીને કરો ઉપયોગ 
 
Kitchen Hacks : તમે ઘણી વાર ઘરના રસોડામાં તમારી મમ્મીને કઢાઈમાં રસોઈ બનાવતી જોઈ હશે. જો કઢાઈ લોખંડની બનેલી હોય તો ભોજન વધુ સ્વાદિષ્ટ બને છે. પરંતુ આજકાલ લોખંડની કઢાઈનો ઉપયોગ પહેલા કરતા ઘણો ઓછો થઈ ગયો છે. જો કે, માત્ર સ્વાદમાં જ નહીં, પરંતુ લોખંડની કઢાઈમાં પકવેલો ખોરાક ખાવાથી સ્વાસ્થ્ય પણ સારું રહે છે. પણ ઘણીવાર આવી કઢાઈ ઝડપથી બળી જાય છે.
 
કેટલીકવાર  કઢાઈની સાથે ખોરાક પણ બળી જાય છે. કઢાઈ બળી જાય તો ઘરની મહિલાઓના મનમાં પહેલો પ્રશ્ન એ આવે છે કે આ બળી ગયેલી કઢાઈને કેવી રીતે સાફ કરવી. આ સવાલ સામે આવતા જ ઘરની મહિલાઓ પોતાના ઘરેલુ ઉપાય અજમાવવા લાગે છે. આવી સ્થિતિમાં આજે અમે તમારા માટે કેટલાક ઘરેલું ઉપાય પણ લાવ્યા છીએ. તે જાણ્યા પછી તમે ચોક્કસપણે તેનો ઉપયોગ કરશો.
 
બેકિંગ સોડાને નેચરલ ક્લીનિંગ એજન્ટ માનવામાં આવે છે. જેનો ઉપયોગ ઘરની લગભગ દરેક સફાઈમાં થાય છે. વાસણોથી માંડીને કપડાં સુધી બેકિંગ સોડા ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. કઢાઈને ચમકાવવા માટે તમે કઈ વસ્તુઓ સાથે સોડાનો ઉપયોગ કરી શકો છો. આવો જાણીએ...
 
બેકિંગ સોડા અને લેમન મિક્સ કરીને કરો ઉપયોગ - 
ખાવાનો સોડા અને લીંબુનું મિશ્રણ અદ્ભુત છે. બંનેને એકસાથે મિક્સ કરવાથી બેસ્ટ ક્લીનર બને છે. આના ઉપયોગથી કઢાઈને પણ સાફ કરી શકાય છે. સૌપ્રથમ કઢાઈને પાણીથી સાફ કરી લો. ત્યાર બાદ પેનમાં પાણી, સોડા અને લીંબુ નાખીને સારી રીતે ઉકાળો. તે પછી પાણીને ફેંકી દો અને તેને સ્ક્રબ વડે સારી રીતે ઘસો. તપેલી સાફ થઈ જશે.
 
બેકિંગ સોડા અને વિનેગરનો ઉપયોગ કરો
લીંબુ અને  વિનેગરમાં એક જેવા  ઘટકો જોવા મળે છે. તેથી તમે સોડા સાથે વિનેગરનો ઉપયોગ કરી શકો છો. આ મિશ્રણથી જમા થયેલુ કાળાપણુ દૂર કરી શકાય છે.  સાથે જ તે કઢાઈને પણ ચમકદાર બનાવશે.
 

સંબંધિત સમાચાર

Next Article