Aloe Vera Juice - એલોવેરા જ્યુસ કેટલા દિવસ સુધી પીવું જોઈએ, જાણો તેને પીવાનો સાચો સમય અને સાચી રીત

Webdunia
ગુરુવાર, 11 જુલાઈ 2024 (01:06 IST)
એલોવેરા ઔષધીય ગુણોથી ભરપૂર છોડ છે. આજકાલ મોટાભાગના ઘરોમાં એલોવેરાના વૃક્ષો વાવેલા જોવા મળશે. તેની જાળવણી કરવી ખૂબ જ સરળ છે અને તેના ફાયદા અસંખ્ય છે. એલોવેરા જેલનો ઉપયોગ વાળ અને ત્વચા પર થાય છે. જો તમે એલોવેરાનો જ્યુસ પીવો છો તો તેનાથી પેટને પણ ફાયદો થાય છે. એલોવેરા જ્યુસ વજન ઘટાડવામાં મદદ કરે છે. એલોવેરાનો જ્યુસ પીવાથી પાચન શક્તિ વધે છે અને ચયાપચયની ક્રિયા ઝડપી બને છે. જે લોકો દરરોજ એલોવેરાનો જ્યુસ પીવે છે તેમની ઈમ્યુનીટી પણ મજબૂત થાય છે. હવે સવાલ એ થાય છે કે શું આપણે રોજ એલોવેરા જ્યુસ પી શકીએ છીએ. એલોવેરા જ્યુસ ક્યારે અને કેવી રીતે પીવું જોઈએ?
 
એલોવેરા જ્યુસ કેટલા દિવસો સુધી પીવું જોઈએ? 
તમે રોજ એલોવેરા જ્યુસ પી શકો છો. પરંતુ  તમે કેવું જ્યુસ પી રહ્યા છો તેના પર આધાર રાખે છે.  જો તમે 2-4 ચમચી જ પીતા હોય તો દરરોજ એલોવેરા જ્યુસ પીવું સારું છે,   શરૂઆતમાં તમારે ફક્ત 2 ચમચી જ્યુસ પીવું જોઈએ અને તેની અસર તમારા શરીર પર કેવી થાય છે ત જુઓ.  તમારું શરીર તેને કેવી રીતે પચાવે  છે. એલોવેરા જ્યુસને એકસાથે મોટી માત્રામાં પીવાથી નુકસાન થઈ શકે છે.
 
એલોવેરા જ્યુસ ક્યારે પીવું જોઈએ?
એલોવેરા જ્યુસ પીવા માટે કોઈ ચોક્કસ સમય નથી. કેટલાક લોકો સવારે ખાલી પેટ એલોવેરા જ્યુસ પીવે છે તો કેટલાક લોકો જમતા પહેલા એલોવેરા જ્યુસ પી લે છે. ઘણી વખત જે લોકો એસિડની રચનાથી પીડાય છે તેઓ રાત્રે એલોવેરાનો રસ લેવાનું પસંદ કરે છે.
 
 કેવી રીતે પીવું જોઈએ એલોવેરા જ્યુસ ?
કેટલાક લોકો 2-4 ચમચી એલોવેરા જ્યુસ પીવે છે. જો તમે 4 ચમચી એલોવેરા જ્યુસ અને 4 ચમચી પાણી મિક્સ કરીને પીવો તો સારું રહેશે. ઘણી વખત લોકો એલોવેરા અને આમળાનો રસ મિક્સ કરીને પણ પીવે છે. જો તમે આમ કરો છો તો તમે આમળાથી બમણી માત્રામાં એલોવેરા લઈ શકો છો. આ રીતે એલોવેરાનો જ્યુસ પીવું વધુ ફાયદાકારક રહેશે.

સંબંધિત સમાચાર

Next Article