ખાસડા હોળી વિશે જાણો છો ? આ હોળીમાં કલર નહી પણ આ વસ્તુઓ મારીને રમાય છે હોળી

Webdunia
શુક્રવાર, 18 માર્ચ 2022 (12:42 IST)
રંગોનો તહેવાર હોળી-ધુળેટી ભારતભરમાં હર્ષો ઉલ્લાસથી ઉજવાય છે. આપ જાણતા જ હશો કે દરેક રાજ્યમાં ઉજવણી કરવાની રીત જુદી જુદી હોય છે. પરંતુ શુ આપ એ જાણો છો કે ગુજરાતના મહેસાણાના વિસનગરમાં ધૂળેટી રંગોથી નહી પણ એકબીજાને ખાસડા મારીને ઉજવવામાં આવે છે. આ શહેરમાં છેલ્લા 100 વર્ષથી આ પરંપરા ચાલી આવે છે. વિસનગરમાં ધૂળેટીના દિવસે એકબીજાને રંગો નહી પણ જૂત્તા-ચંપલ તથા શાકભાજી મારવામાં આવે છે. જેને વિસનગરના લોકો ખાસડા યુધ્ધ તરીકે ઓળખે છે. કહેવાય છે કે, આ ઉજવણી દરમિયાન જેને ખાસડુ વાગે તેનું સમગ્ર વર્ષ સારૂ જાય છે.

વિસનગરના મંડી બજાર વિસ્તારમાં ધુળેટીના દિવસે  150 વર્ષથી ખાસડા યુધ્ધની ઊજવણી કરવાની પરંપરા ચાલી આવે છે. જોકે, હવે ખાસડાનું સ્થાન શાકભાજીએ લીધું છે. વિસનગરના મંડીબજાર વિસ્તારમાં ધુળેટીની વહેલી સવારે ઉત્તર વિભાગમાં વસતા મોદી, ઠાકોર અને પટેલ સમાજના લોકોનું તેમજ દક્ષિણ વિભાગમાં વસતા બ્રામણો, કંસારા અને વાણિયા તેમજ પટેલ સમાજના લોકોનું જૂથ એકઠું થાય છે.
 
જેને વિસનગરના લોકૌ ખાસડા યુધ્ધ તરીકે ઓળખે છે. અને કહેવાય છે કે,આ ઉજવણી દરમિયાન જેને ખાસડુ વાગે તેનું સમગ્ર વર્ષ સારૂ જાય છે. જો કે,હવે સમય જતાં આ ઉજવણીમાં ખાસડાનું સ્થાન રિંગણા બટાકા અને સડી ગયેલા ટામેટાએ લઇ લીધુ છે. અલબત આજે પણ આ શહેરના લોકોએ આ વર્ષો જૂની પરંપરાને સાચવી રાખી છે.
 
અને બંને જૂથોએ સામસામે ખાસડાં તેમજ શાકભાજી ફેંકવાનું શરૂ કરતાં યુદ્ધ જેવો માહોલ રચાય છે. ત્યારબાદ ચોકમાં ખજૂર ભરેલો ઘડો મેળવવા બંને જૂથો વચ્ચે ઘર્ષણ સર્જા‍ય છે. આ યુદ્ધ પૂરું થયા બાદ વિજેતા જૂથે સમગ્ર વિસ્તારમાં ઘરે ઘરે ફરીને ખજૂર ઉઘરાવી શહેરીજનોને વહેંચણી કરે છે. 
 
ટામેટા, રીંગણા અને બટાકા મારીને કરાઈ ઉજવણી
 
કહેવાય છે કે,જેને ખાસડું વાગે તેનું વર્ષ સારૂ જાય તેવી માન્યતા છે. વર્ષો પૂર્વે આ ખાસડા યુદ્ધની પરંપરા મહારાષ્ટ્રમાં ચાલતી હતી અને તે સમયે ગુજરાત મુંબઇ રાજ્યમાં હતું, ત્યારથી આ યુદ્ધની શરૂઆત અહીં થઇ છે, જે આજે પણ યથાવત છે. ફેર એટલો આવ્યો છે કે, હાલ ખાસડાનું પ્રમાણ ઓછું હોય છે. તેનું સ્થાન બટાકા, ડુંગળી, ટામેટા તેમજ રીંગણ સહિ‌તનાં શાકભાજીએ લીધું છે.
 
ધૂળેટીના દિવસે 150 વર્ષથી વિસનગરવાસીઓએ આ પરંપરાને સાચવી રાખી છે. જો કે,હવે ખાસડાને બદલે શાકભાજીનો જ મારો ચલાવીને આ ઉજવણી થાય છે
 

સંબંધિત સમાચાર

Next Article