Holi Beauty Tips 2022 : હોળી પહેલા ચહેરા અને નખ પર લગાવો આ વસ્તુઓ

ગુરુવાર, 17 માર્ચ 2022 (15:50 IST)
રંગો વાળી હોળી રમતા પહેલા જાણી લો આ
હોળી રમતા પહેલા કરી લો આ કામ નહીં થાય
રંગથી રમતા પહેલા કરજો આવી તૈયારી તો ઝડપથી છુટી જશે રંગ
 
હોળી રમતા પહેલા કરી લો આ કામ નહીં થાય, ધુળેટીની મજા થશે બમણી 
વેબ દુનિયા|હોળી તહેવાર છે મોજમસ્તીનો. રંગોથી લપેટવાનો. આની મસ્તી બરકરાર રાખવા માટે જરૂરી છે કે આને યોગ્ય રીતે રમવામાં આવે. હોળી રમતા પહેલા કેટલીક 
 
સાવધાની રાખો, જેનાથી તમારી ત્વચાને નુકશાન ન પહોંચે.
 
પહેલા લોકો પ્રાકૃતિક રંગોથી હોળી રમતા હતા. હવે રાસાયણિક રંગોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જે ત્વચાને માટે નુકશાનદાયક હોય છે. ઉપરથી તેમા સફેદ, પીળો, 
 
કાઁચ, પેંટ, ગ્રીસ વગેરે મેળવી દેવાથી ખંજવાળ અને એલર્જી થવાની શક્યતા વધી જાય છે. તેથી હોળી રમતા પહેલા કેટલીક સાવચેતી રાખો.
 
હોળી રમતા પહેલા શરીરના ખુલ્લા ભાગ પર વેસલીન, તેલ કે કોલ્ડ ક્રીમ લગાવો. સરસિયાનુ તેલ, ઓલિવ ઓઈલ કે નારિયળનુ તેલ લગાવવાથી ત્વચા પર રંગોની પકડ 
 
ઓછી રહે છે.
નખને હોળીથે બચાવવા તેના પર નેલપોલિશ લગાવી લો. બને શકે તો રંગ રમતા પહેલા નખ કાપી લો.
 
મોટાભાગે હોળીના દિવસે લોકો જૂના કપડાં પહેરતા હોય છે, પણ કપડા એટલા પણ જૂના ન હોય કે ખેંચાતાણીમાં તેની સિલાઈ જ નીકળી જાય કે ફાટી જાય. ચૂડીદાર, જીંસ-પેંટ 
 
જેવા આખા શરીરને ઢાંકનારા કપડા જ પહેરો. આનાથી શરીરનો રંગોથી બચાવ સારો એવો થાય છે.
ઘાટ્ટા રંગના કપડા પહેરો. સફેદ કે લાઈટ કપડા પાણીમાં પલળવાથી પારદર્શી થઈ જાય છે. વિશેષકરીને મહિલાઓ આ અંગે જરૂર ધ્યાન રાખે.
 
હોળી રમતા પહેલા આભૂષણ જરૂર ઉતારી દો. હોળીની છેડખાનીમાં ઘરેણાના પડી જવાની શક્યતા રહે છે.
 
વાળ પર તેલ લગાવી લો. મહિલાઓ તેલ નાખીને વાળનો અંબોડો બાંધી દો જેથી રંગ વાળની અંદર ન જાય.
કોશિશ કરો કે હોળીનો રંગ મોં-આખોમાં ન જાય, રંગ પેટમાં જઈને નુકશાન પહોંચાડે છે.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર