Holika Dahan 2024 Upay: હોલિકા દહનમાં પધરાવી દેજો આ વસ્તુ, જીવન રહેશે ખુશીઓથી ભરપૂર

Webdunia
સોમવાર, 18 માર્ચ 2024 (12:46 IST)
holi upay
- હોળીના એક દિવસ પહેલા હોળી દહન કરવામાં આવે છે. 
- આ વખતે હોળી દહન 24 માર્ચના રોજ છે 
- હોલી દહનમાં અર્પિત કરવામાં આવેલી વસ્તુઓનુ શુભ ફળ પ્રાપ્ત થાય છે. 
 
Holika Dahan 2024 Upay: રંગોના તહેવાર હોળીની લોકો આતુરતાપૂર્વક રાહ જુએ છે. દર વર્ષે હોળીના એક દિવસ પહેલા ફાગણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિની રાત્રે હોળી પ્રગટાવવામાં આવે છે. હોળી દહન માટે એક સ્થાન પર લાકડીઓ એકત્રિત કરવામાં આવે છે અને તેની પૂજા કરીને છાણમાંથી બનેલા છાણાને અર્પિત કરવામાં આવે છે. ત્યારબાદ હોળીની પરિક્રમા લગાવવામાં આવે છે. છેવટે શુભ મુહુર્ત જોઈને હોળી દહન કરવામાં આવે છે. 
 
જ્યોતિષ મુજબ હોળી દહનમાં કેટલીક વસ્તુઓ અર્પિત કરવાથી વૈવાહિક જીવનમાં ખુશહાલી રહે છે અને પરિવારના લોકો વચ્ચે પ્રેમ કાયમ રહે છે. આવો જાણીએ 24 માર્ચના રોજ થનારી હોળી દહનમાં કંઈ વસ્તુઓને અર્પિત કરવી તમારે માટે શુભ ફળદાયી રહેશે.  
 
-  જો તમારા લગ્નમાં કોઈ અવરોધ કે વૈવાહિક જીવનમાં કોઈ પરેશાની આવી રહી છે, તો હોલિકા દહનના દરમિયાન તેની પરિક્રમા લગાવો અને તેના હવનમાં સામગ્રી અર્પિત કરો. માન્યતા છે કે આવુ કરવાથી વિવાહના યોગ બનશે અને વૈવાહિક જીવનમા ખુશીઓનુ આગમન થાય છે. 
 
- આ ઉપરાંત કોઈ બીમારીમાં મુક્તિ મેળવવા માટે હોળી દહનમાં કપૂર, લીમડો અને ઈલાયચી નાખો. એવુ કહેવાય છે કે આ ઉપાયને કરવાથી માણસને બીમારીથી મુક્તિ મળે છે. 
 
- હોળી સમયે ઘઉનો પાક પણ આવે છે. આ કારણે અન્નના રૂપમાં તેને પણ હોળીમાં અર્પિત કરવામાં આવે છે. તમે ચાહો તો 5 ઘઉની બાલી બાંધીને હોળીની અગ્નિમાં અર્પિત કરો. આવુ કરવુ માણસના જીવન માટે ફળદાયી રહેશે. 
 
- એવુ કહેવાય છે કે હોળી દહનમાં જવનો લોટ અર્પિત કરવાથી ગૃહ કલેશથી મુક્તિ મળે છે અને પારિવારિક જીવનમાં રહે છે. 
 
- એવુ કહેવાય છે કે હોળીમાં ઘી માં પલાળેલા પતાશા અને એક પાન અર્પિત કરવાથી આર્થિક સમસ્યાથી મુક્તિ મળે છે અને આખુ વર્ષ ધન સાથે જોડાયેલ સમસ્યાનો સામનો નથી કરવો પડતો 
 
- જો તમે ધનની દેવી મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માંગો છો તો એક સુકુ નારિયળ લો અને તેમા ખાંડ, ચોખા ભરી લો. તેને હોળી દહનમાં અર્પિત કરોઈ દો. આ ઉપાય કરવાથી તમારા પર મા લક્ષ્મીની કૃપા સદૈવ બની રહેશે

સંબંધિત સમાચાર

Next Article