હસો અને રોગમુક્ત રહો.

Webdunia
શરીરમાં પેટ અને છાતીની વચ્ચે એક ડાયાફ્રોમ હોય છે, જે હસતી વખતે ધબકવાનું કાર્ય કરે છે. એટલા માટે પેટ, ફેફસા અને જઠરની માલીશ થઇ જાય છે. હસવાથી ઓક્સિજનનો સંચાર વધુ થાય છે અને દુષિત વાયુ બહાર નીકળી જાય છે. નિયમીત રીતે ખુલીને હસવું એ શરીરનાં બધા
W.DW.D
અવયવોને તાકતવર અને બળવાન બનાવે છે તેમજ શરીરમાં રક્ત સંચારની ગતિ વધી જાય છે અને પાચન તંત્ર વધારે સારી રીતે કાર્ય કરે છે.

હસવું એ જીવનની સવાર છે, આ સવારના સમયનો મીઠો તડકો છે તો બીજી બાજું ધોમધખતા બપોરનો છાયડો. હસવાથી આત્મા ખીલી ઉઠે છે. તેનાથે તમે પણ આનંદમાં રહો છો અને બીજાને પણ આનંદમાં રાખો છો. હાસ-પરિહાસ પીડાનો દુશ્મન છે, નિરાશા અને ચિંતાનો અચૂક ઇલાજ છે અને દુખો માટે રામબાણ ઇલાજ.

લખનૌના રેલ્વે સ્ટેશનની બહાર કોઇ માણસ નીકળે તો મોટા અક્ષરોમાં લખેલા બોર્ડ પર નજર પડે છે કે હસો કે તમે લખનૌમાં છો. આ વાક્ય વાંચતાં જ યાત્રીઓના ચહેરા પર હસી આવી જાય છે. આ વાક્યમાં લખનૌની જીંદાદિલી તેમજ ખુશમિજાજીનાં દર્શન થાય છે. હસવું એ એક માનવીય લક્ષણ છે, સૃષ્ટી પરનું કોઇ પણ પ્રાણી નથી હસતું પરંતુ આપણે મનુષ્ય જ હસી શકીયે છીએ. જીવનમાં નિરોગી રહેવા માટે હંમેશા હસતા રહેવું જોઇએ. જો તમે જમતી વખતે હસો તો તમને લાગશે કે જમવાનું વધુ સ્વાદિષ્ટ લાગશે.

થેંકર અને શેક્સપિયરે પણ આ વાતને ખાત્રી આપે છે કે પ્રસન્નચિત્ત વ્યક્તિ વધુ જીવે છે. મનુષ્યના આત્માની સંતુષ્ટી, શારીરિક સ્વસ્થતા તેમજ બુધ્ધીની સ્થિરતાને માપવાનું એક જ સાધન છે અને તે છે ચહેરા પર રહેતી પ્રસન્નતા.

હસવાના ફાયદ ા

મનોવૈજ્ઞાનિક પ્રયોગોથી આ સ્પષ્ટ થયું છે કે વધારે હસનાર બાળકો વધું બુધ્ધીશાળી હોય છે. હસવું એ બધાના શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ માટે ખુબ જ સહાયક છે. જાપાનમાં લોકો પોતાના બાળકોને શરૂઆતથી જ હસવાની શિક્ષા આપે છે.

દુનિયામાં સુખ તેમજ દુખ બંને તડકા છાયડાની જેમ આવે છે. જો મનુષ્ય બંને પરિસ્થિતિઓમાં હસમુખ રહે તો તેનુ મન હંમેશા કાબુમાં રહે છે અને તે ચિંતાથી બચી શકે છે. આજના આ તણાવપૂર્ણ વાતાવરણમાં વ્યક્તિ પોતાની હસી તેમજ મુસ્કુરાહટને ભૂલતો જઇ રહ્યો છે, ફળસ્વરૂપે તણાવને લગતી બીમારીઓ જેમકે વધારે પડતો રક્તચાપ, ડાયાબીટીશ, માઇગ્રેન, હિસ્ટીરીઆ પાગલપન, ડિપ્રેશન વગેરે જેવી બિમારીઓને નિમંત્રણ આપી રહ્યાં છીએ.