વિટામીન અને તેના કાર્ય

Webdunia
N.D

અહીંયા અમે તમને થોડીક વિટામીન વિશે માહિતી આપીએ છીએ જેના દ્વારા અમે તેમને તે સમજાવવા માંગીએ છીએ કે કયું વિટામીન કે તત્વ તમારા ફાયદાકારક છે-

વિટામીન બી-1 : આની ઉણપથી ભુખ ઓછી અને અપચો થઈ જાય છે. તંત્રિકા-તંત્ર પર પણ ખરાબ અસર પડે છે. બેરી-બેરી નામનો રોગ અને હૃદય શોથ પણ આનું જ પરિણામ છે. આ દૂધ, લોટ, અને જરબવાળા ફળની અંદરથી મળી આવે છે.

વિટામીન બી-2 : આની ઉણપથી ત્વચા, જીભ, હોઠ ફાટી જાય છે. આ ખાસ કરીને ઘઉં, પાકલ, મગફળી, દૂધ વગેરેની અંદરથી મળી આવે છે.

વિટામીન કે : આની ઉણપથી લોહી જામી જાય છે અને આનાથી રક્તસ્ત્રાવ થવાનો ભય રહે છે. આ પાંદડાવાળા શાકભાજી અને ટામેટામાંથી મળી રહે છે.

વિટામીન એ : આ સામાન્ય રીતે શરીર વધાવાવા માટે અને પુષ્ટ થવા માટે જરૂરી છે. આંખોને પણ આનાથી જ શીતળતા મળે છે અને આ દૂધ, ઘી, માખણ, ગાજર, ટામેટા વગેરેમાંથી મળી રહે છે.

વિટામીન સી : આ દાંત, હાડકા અને ત્વચા માટે ઉપયોગી છે. આ પાંદડાવાળા શાકભાજી અને ખાસ કરીને આમળાની અંદર વધારે પ્રમાણમાં મળી આવે છે.

વિટામીન ડી : બાળકોના કુપોષણને રોકનાર છે- જો બાળક વધારે પડતું સુકાઈ ગયું હોય તો બાળકને તે સહન કરી શકે તેટલા તડકામાં રાખો અને દ્રાક્ષનો રસ દૂધની પહેલાં અથવા દૂધ પછી પીવડાવવામાં આવે તો થોડાક જ દિવસની અંદર બાળકનું સુકાપણું હટી જશે.

વિટામીન ઈ : આ વંધ્યાપણને રોકે છે, આ તેલ અનાજના દાણા, મટર, પાલક, બદામ, મગફળી વગેરેની અંદર મળી આવે છે.