મગજને તંદુરસ્ત બનાવો

Webdunia
W.DW.D

તમે શરીરને તંદુરસ્ત રાખવા માટે જીમમાં જતાં હોય તો પછી મગજને તેજ કરવા માટે કેમ નહી? જરૂર જાઓ પણ તેના માટે કોઇ સામાન્ય જીમ ચાલશે નહી. મગજને પોતાનું ખાસ જીમ જોઇશે. આખરે મગજની જરૂરતો પણ અલગ છે. આને જોતા પશ્ચીમમાં લગભગ 40 વર્ષ પહેલા બ્રેન જીમની શરૂઆત થઇ હતી. જીમનું આગમન હવે ભારતમાં પણ થઇ ગયું છે.

બ્રેનજીમનો ફંડો એ છે કે તમે તમારા શરીરના વિભિન્ન અંગોને હલાવો-ડોલાવો પણ એ અંદાજમાં કે જેનાથી મગજની કાર્યક્ષમતા વધી જાય. આ ફંડામાં જોડાનાર લોકોનું એવું માનવું છે કે આનાથી ફક્ત યાદશક્તિમાં જ વધારો નથી થતો પરંતુ જુદા જુદા પ્રકારના ભય પણ દૂર થાય છે અને તણાવથી પણ છુટકરો મળે છે. ઘણા માતા-પિતા તેમના બાળકોની યાદશક્તિ વધારવા માટે અને તેમનો તણાવ ઓછો કરવા માટે બ્રેન જીમ જવા લાગ્યા છે. કોર્પોરેટ જગતમાં વધતી જવાબદારીઓ અને તણાવને જોતા મગજના જીમનું આકર્ષણ વધી રહ્યું છે.

આમ તો વિશ્વના અનેક મનોવૈજ્ઞાનિક વિશેષજ્ઞ તથા ન્યૂરોલોજીથી જોડાયેલ વિદ્વાન બ્રેન જીમની અવધારણાથી અસહેમતી પણ દર્શાવતા આવ્યા છે. તેઓનું કહેવું છે કે આ વાતનો ખુલાસો કરવા માટે કોઇ વૈજ્ઞાનિક તથ્ય ઉપલબ્ધ નથી કે બ્રેન જીમમાં કરાયેલ કસરત દ્વારા યાદશક્તિમાં વધારો થઇ શકે. તેઓ જણાવે છે કે રૂટીનથી અલગ કોઇ પણ કામ કરવાથી મગજ એકદમ ફ્રેશ થઈ જાય છે. કારણ કે રૂટીનના કામથી આપણો જમણો ભાગ સક્રિય થઇ જાય છે અને રૂટનથી કાંઇક અલગ કામ કરવાથી ડાબો ભાગ. ઓછો સક્રિય રહેવાવાળો ભાગ જ્યારે સક્રિય થાય છે ત્યારે તંત્રિકાની નસો ફરીથી એકબીજા સાથે નવેસરથી જોડાઇ જાય છે અને મગજની કાર્યક્ષમતા વધી જાય છે. આ રીતે રૂટીનમાં કાંઇક અલગ કરવાથી જેમકે ડાંસ ક્લાસ કે કરાટે ક્લાસ પણ તમે જોઇન કરી લેશો તો તે પણ તમારા મગજ માટે સારૂ રહેશે.