નબળી દ્રષ્ટિવાળા પણ હવે કાર ચલાવી શકશે

Webdunia
વોશિંગ્ટન. નબળી દ્રષ્ટિવાળા પણ હવે ખુબ જ ઝડપી પોતાની જાતે કાર ડ્રાઈવ કરી શકશે. જેઓ તેજ દ્રષ્ટિ અને દૂરની વસ્તુઓ સરળતાથી જોવા માંગે છે તેમના માટે પણ આ સારા સમાચાર છે. હવે તે શક્ય બની ગયું છે એક વિશેષ ચશ્માના માધ્યમથી જેમાં સૂરદર્શી યંત્ર લાગેલ છે.
W.D

હાર્વર્ડ મેડિકલ સ્કુલથી સંબોધિત સ્કીપેસ આઈ રિસર્ચ ઈંસ્ટીટ્યુટના વિશેષજ્ઞોએ કહ્યું છે કે તેમણે એક વિશેષ પ્રકારના ચશ્મા બનાવડાવ્યા છે જે ભવિષ્યની અંદર લાભદાયી સાબિત થશે.

ચશ્માની આવિષ્કાર ડો. એલી પેલીએ જણાવ્યું કે આ ચશ્માના ઘણાં બધા ફાયદા છે. સૌથી મોટો ફાયદો તે છે કે આ ચશ્મા દરરોજ ઉપયોગમાં આવનાર ચશ્મા જેવા જ લાગે છે. એટલા માટે નબળી દ્રષ્ટિવાળી વ્યક્તિઓ આનો પ્રયોગ વધારે કરી શકશે. આ ચશ્મા વર્તમાનમાં ઉયપોગમાં આવી રહેલ ચશ્માની તુલનામાં સહજ છે.

તેમણે કહ્યું કે આ ચશ્માના માધ્યમથી કોઈ પણ રુકાવટ કે તકલીફ વિના ખુબ જ સરળતાથી જોઈ શકાય છે. આ સુરક્ષા અને સુવિધાની દ્રષ્ટિએ ખુબ જ મહત્વપુર્ણ છે. આ ચશ્માની અંદર સુક્ષ્મદર્શી લેંસના ટુકડા છે જે પહેરનાર વ્યક્તિની પાંપણની ઉપર હોય છે. આનાથી વાહનચાલક જરૂરિયાત મુજબ સરળતાથી ઉપર નીચે જોઈ શકે છે.

ડો. પેલી અને તેમના સાથીઓએ નબળી દ્રષ્ટિવાળા વ્યક્તિઓની સમસ્યાનું સમાધાન આ ચશ્માના માધ્યમ દ્વારા કર્યું છે. આ બહુપયોગી ચશ્માને નવી ટેકનીકના માધ્યમ દ્વારા બનાવવામાં આવ્યાં છે. ચશ્માની ડિઝાઈન ગોળાકાર તેમજ ચોરસ કાચ પર આધારિત છે. આની અંદર પોલરાઈઝેશનનો પ્રયોગ કરવામાં આવ્યો છે જે અજવાળાની ઉણપને ઓછી કરે છે.

બાયોમેડિકલ ઓપ્ટિક્સના એક જર્નલના જણાવ્યા મુજબ લેખમાં કહેવામાં આવ્યું છે કે નવા ચશ્મા માત્ર કોસ્મેટિક જ નથી પરંતુ તે યંત્રની ઉપયોગીતાને પણ વધારે છે. લેખની અંદર એવુ પણ કહેવામાં આવ્યું છે કે તેને લીધે બાયોઓપ્ટિક દૂરબીનની કિંમત ઓછી થઈ જશે. અનુસંધાનકર્તા હવે કોર્પોરેટ સહયોગી શોધી રહ્યાં છે જે આ લેંસ બ્લેકનું ઉત્પાદન કરી શકે અને તેનું વિતરણ કરી શકે.