ઉંચાઇના ખતરા

Webdunia
W.DW.D

એક નવા કરાયેલ અધ્યયનમાં એવું જાણવા મળ્યુ છે કે ત્રણ હજાર મીટર કરતાં વધારે ઉંચાઇ પર યાત્રા કરનાર વ્યક્તિઓમાંથી અડધી વ્યક્તિઓને તે સમયે થનાર ઉંચાઇ સંબંધી તકલીફોને કારણે ફેફસા તથા મગજને લગતી બિમારીઓના આજીવન શિકાર થઈ જાય છે.

જોકે પાછળના પચ્ચીસ વર્ષોમાં સામન્ય માણસોમાં ઉંચાઇથી થનાર તકલીફોને લઈને જાગૃતતા વધી છે. આ પરિવર્તન આને મિડિયામાં મળેલ પ્રચાર, પર્વતારોહણ સંબંધી પુસ્તકો તેમજ ઇંટરનેટના વ્યાપારના ફેલાવાને કારણે થયું છે. અધ્યયનથી આ સ્પષ્ટ નથી થયું કે શું ખરેખર પર્વતારોહણ કરનારાઓમાં આની જાગૃતતા છે અને જો આવું હોય તો ઉંચાઇ સંબંધી મુશ્કેલીઓની બાબતમાં કોઇ ખામી આવી છે. આ પ્રકારના અધ્યયનનો ઉદ્દેશ્ય વધારે ઉંચાઇ પર પર્વતારોહણ કરનારાઓની વચ્ચે આ પ્રકારની બિમારીઓના લક્ષણ, બચાવ અને ઉપચારોને જણાવવાનો હતો. અને તે પણ જાણવાનો હતો કે શું તેઓ આ જાણકારીને વ્યવહારમાં પ્રયોગ કરે છે.

અધયયનમાં જાણવા મળ્યું છે કે 92 ટકા પર્વતારોહિયોને યાત્રા પહેલા આ સમસ્યાઓ વિશે જાણકારી રહે છે. લગભગ 90 ટકા યાત્રીઓને આ વિશે ઉપરછલ્લી જાણકારી હતી અને તેઓ આના લક્ષણો જેવા કે માથાનો દુખાવો, થકાવટ, ચક્કર આવવા, અનિંદ્રા વગેરેના વિશે જાણતા હતાં.

72 ટકા લોકોએ જાણતા હતાં કે નીચે ઉતરી જવું તે જ ઉપચારની પ્રાથમિક રીત છે. જ્યારે કે ફક્ત 10 ટકા લોકોને જ જાણકારી હતી કે ઓક્સીજન આપવો એ ઉપચારનો આધાર છે. સર્વેક્ષણમાં સમાયેલ 47 ટકા લોકો જે આ બિમારીઓના શિકાર થયેલા હતાં તથા તેમાં ભાગ લેવાવાળા 25 ટકા લોકોને એ જાણકારી ન હતી કે આ બીમારીઓનો ઇલાજ સંભવ છે. 15 ટકા લોકોનું માનવું હતું કે આ સમસ્યાઓ 400 મી. કરતાં વધારે ઉંચાઇથી શરૂ થાય છે તેમજ 3000 થી 4000 મી. ની વચ્ચે તેનો ખતરો રહે છે.

આખા સર્વેક્ષણથી એવું જાણવા મળ્યું છે કે લોકોને આના વિશે જાણકારી તો છે પણ તેઓ તેનો પોતાના વ્યવહારમાં ઉપયોગ કરવા માંગતાં નથી. પર્વતારોહિઓને સ્વાસ્થ્ય સેવાઓ ઉપલબ્ધ કરનારાઓ માટે આ સૌથી મોટો પડકાર છે. એવુ પણ કહેવામાં આવ્યું છે કે યાત્રા પહેલા પર્વતારોહીઓને વિશેસજ્ઞો દ્વારા સલાહ અપાવવામાં આવે.