શ્રીખંડ બનાવવાની રીત - સૌ પ્રથમ મઠ્ઠાને એક વાસણમાં લઈને તેમાં ખાંડ નાખીને સારી રીતે મિક્સ કરી મૂકી દો. કેસરના રેસાને એક ચમચી ગરમ પાણીમાં ઓગાળી દો.
હવે એક કલાક પછી તૈયાર મઠ્ઠાને પાતળા સૂતી કપડાથી ચાળી લો. ત્યારબાદ તેમાં ઈલાયચી પાવડર, પલાળેલી કેસર અને ચપટી ખાવાનો પીળો રંગ નાખીને મિશ્રણને એકસાર કરી લો. હવે દ્વાક્ષને ધોઈને છૂટી પાડો, સફરજન અને કેળાને ઝીણા સમારી લો. આ બધુ ફ્રૂટ શ્રીખંડમાં નાખીને હલાવીને ઠંડુ કરીને સર્વ કરો.
(મઠ્ઠો - દહીંને એક ઝીણા કપડામાં બે થી ત્રણ કલાક માટે બાંધીને લટકાવી દો, નીચે વાસણ મૂકી રાખો. જ્યારે દહીંનુ બધુ પાણી નીતરી જાય ત્યારે મઠ્ઠો તૈયાર થાય છે.