Thandai Recipe - હોળી પર બનાવો ભાંગ વગરની ઠંડાઈ

શુક્રવાર, 3 માર્ચ 2023 (13:07 IST)
સામગ્રી - દૂધ 1 લીટર,  
અડધો કપ બદામ,
6 ચમચી ખસખસ,
2 ચમચી કાળા મરી,
5 લીલી એલચી,
4 ચમચી તરબૂચના બીજ,
સ્વાદ માટે ખાંડ
વરિયાળી - 1 ચમચી
સૂકી ગુલાબની પાંદડીઓ અને અડધી ચમચી
 
બનાવવાની રીત - લીલી ઈલાયચીના છોલટા કાઢીને તેના દાણા એક વાડકીમાં કાઢી લો.  ખસખસને લગભગ એક મિનિટ માટે સુકી સેકી લો. આવુ કરવાથી તેને વાટવી સરળ રહે છે. 
 
હવે એક ગ્રાઈંડરમાં બદામ, વરિયાળા, ખસખસ,  સફેદ મર્ચના દાણા, સુકા ગુલાબના પાન અને ઈલાયચીના દાણાને ઝીણી વાટી લો. 
 
- એક કપ કુણા દૂધમાં આ વાટેલો ઠંડાઈ પાવડર અડધો કલાક માટે પલાળીને મુકી રાખો. બાકી દૂધને ફ્રિજમાં ઠંડુ કરવા મુકી દો. 
- હવે દૂધમાં પલાળેલા ઠંડાઈના મિશ્રણને પહેલાથી ઠંડુ કરવા મુકેલા 3 કપ દૂધમાં મિક્સ કરી લો. 
- હવે તેને ગરણીથી ગાળી લો. જેથી કોઈ વરિયાળીના રેશા હોય તે નીકળી જાય. 
- સ્વાદિષ્ટ ભાંગ તૈયાર છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર