હોળી સ્પેશ્યલ - ઠંડાઈ Thandai Recipe

બુધવાર, 16 માર્ચ 2022 (13:12 IST)
સામગ્રી - 1 લીટર દૂધ, 
½ તજ નો ટુકડો 
½ ચમચી વરિયાળી 
10-12 બદામ 
10-12 કાજુ 
10-12 પિસ્તા 
¼ નાની ચમચી સફેદ ગોલ મરચુ કે મરીનો પાવડર 
¾ ચમચી ખસખસ 
1 ચમચી સુકાયેલી ગુલાબની પાંખડી 
4-5 લીલી ઈલાયચીનો પાવડર 
¾ કપ ખાંડ 
 
બનાવવાની રીત - કાજુ બદામ પિસ્તા ખસખસ વરિયાળી અને ગુલાબની પાંખડીને 4 કલાક પાણીમાં પલાડી મુકો. પછી દૂધ અને ખાંડ છોડીને બધી પલાળેલી સામગ્રી અને બાકીની સામગ્રી ગ્રાઈંડરમાં નાખીને પેસ્ટ બનાવી લો. પછી દૂધમાં વાટેલુ પેસ્ટ અને ખાંડ મિક્સ કરી સારી રીતે મિક્સ કરો પછી તેને ગાળીને ફ્રીજમાં ઠંડુ થવા મુકી દો. 
 
સર્વ કરતા પહેલા એકવાર ફરી મિક્સરમાં ફેરવી લો.  ઠંડી અને સ્વાદિષ્ટ ઠંડાઈ ગરમીમાં પીવો અને પીવડાવો.  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર