- સૌથી પહેલા એક બાઉલમાં ચણાનો લોટ માટે તેમાં આદુ મરચાની પેસ્ટ ,ગોળ ,હળદર ,લાલમરચું ,હિંગ ,સ્વાદ અનુસાર મીઠું, ૨ ચમચી તેલ ,૧ લીંબુ નો રસ નાંખી ને થોડું પાણી નાંખી ને ખીરું તૈયાર કરો .એક ચમચી તેલ પણ એડ કરો
- પછી અમે અળવીના પાનને સારી રીતે ધોઈને લૂંછી લો. પાનના ઠૂંઠાને કાપી દો.
- પછી એક બીજું પાન તેના પર ઉંધુ રાખો પછી તેના પર ખીરુ લગાવો.
- પછી ત્રીજા પાન રાખી તેના પર પણ ખીરુ લગાવો . આ રીતે ત્રણ પાનથી પાત્રા બનાવવા.
- પછી આ રીતે ત્રણે પાન પર પેસ્ટ લગાડી બીજી તરફથી સારી રીતે રોલ કરો. આ રીતે પાતરાનો રોલ તૈયાર છે
- વરાળમાં 20-25 મિનિટ સુધી બાફો.
- પછી સહેજ ચપ્પા વડે ચેક કરી લેવું પાત્રા ચડી ગયા હશે તો લોટ ચપ્પા ની નહિ ચોંટે. પાતરા ઠંડા પડી જાય એટલે તેના ગોળ ટુકડા સમારી લેવા.
- હવે કઢાહીમાં વઘાર માટે તેલ ગરમ કરી એમાં રાઈ નાખો પછી તલ અને હીંગ નાખી શેકો. ગોળ આમલીનું પાણી ઉમેરો.
- હવે એમાં કાપેલા પાતરાના ટુકડા નાખી ધીમા પાર પર શેકો અને ગાર્નિશ કરી તરત જ સર્વ કરો.
- સ્વાદિષ્ટ પાત્રા સર્વ કરવા માટે તૈયાર છે