જો તમે નાસ્તામાં ઈડલી ડોસા ખાઈને બોર થઈ ગયા છો તો આ વખતે સૂજીના મેદુ વડા ટ્રાય કરી શકો છો. આન એ બનાવવા ખૂબ જ સહેલા છે અને તેનો સ્વાદ પણ લાજવાબ હોય છે. આ સહેલી વિધિથી તમે તેને મિનિટોમાં તૈયાર કરી શકો છો. આવો જાણીએ તેની રેસીપી
સામગ્રી - 2 કપ રવો, એક કપ દહી, એક ઝીણી સમારેલી ડુંગળી, ઝીણો સમારેલો આદુનો ટુકડો, 7-8 ઝીણા સમારેલ કઢી લીમડો, એક ચમચી જીરુ, એક ચમચી વાટેલા કાળા મરી, અડધી ચમચી મીઠો સોડા, સ્વાદમુજબ મીઠુ, ફ્રાઈ કરવા માટે તેલ.
બનાવવાની રીત - સૌ પહેલા એક વાસણમાં રવો, આદુ, લીલા મરચા, ડુંગળી, જીરુ સહિત બધી સામગ્રી મિક્સ કરી લો.
- હવે આ મિશ્રણનુ ઘટ્ટ બૈટર તૈયાર કરી લો.
- હવે આ મિશ્રણમાં ખાવાનો સોડા મિક્સ કરીને તેને થોડીવાર આમ જ રહેવા દો.