સામગ્રી - એક વાડકી મગની દાળ, બે ચમચી છીણેલું ગાજર, બે ચમચી છીણેલી કોબીજ, બે ચપટી ચાટ મસાલો મીઠું સ્વાદ મુજબ, 2-૩ લીલા મરચા, એક ચમચી તેલ સેકવા માટે.
બનાવવાની રીત - મગની દાળ રાત્રે પલાળી સવારે પાણી નીતારીને મિક્સરમાં વાટી લો. મગની દાળનું જાડું ખીરું બનાવી લો. હવે તેમાં બધી શાકભાજીઓ અને મસાલા નાખીને ભેળવી લો. તવો તપી ગયા પછી પાતળા ભીનાં મલમલના કપડાં વડે લૂછી નાખો. (આવું કરવાથી ચીલા ચોંટશે નહી અને તેલ પણ વધુ નહી લાગે)હવે એક નોનસ્ટિક તવા પર ત્રણ-ચાર ટીપાં તેલ નાખી ફેલાવી દો. હવે ખીરાંને તવા પર પાથરો. અને સામાન્ય ચીલાની જેમ જ ઓછામાં ઓછા તેલમાં સેકી લો. તૈયાર છે તમારાં સ્વાદિષ્ટ. તંદુરસ્ત અને લો ફેટવાળા ચીલા, જેણે લીલી ચટણી જોડે સર્વ કરો.