દુનિયાની 10 સૌથી તાકતવર હસ્તિયોમાં નરેન્દ્ર મોદીનો સમાવેશ, સૌથી ઉપર ચિનફિંગ

Webdunia
બુધવાર, 9 મે 2018 (15:45 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને દુનિયાની 10 સૌથી તાકતવર હસ્તિયોમાં સામેલ કરવામાં આવ્યા છે. જાણીતા પત્રિકા ફોર્બ્સે આ યાદી રજુ કરી. ચીનના રાષ્ટ્રપતિ શી ચિનફિંગ, રૂસના રાષ્ટ્રપતિ બ્લાદિમીર પુતિનને હટાવીને ટોચનુ સ્થાન બનાવવા પર સફળ રહ્યા. ફોર્બ્સની દુનિયાના 75 સૌથી તાકતવર લોકોની યાદી 2018માં પ્રધાનમંત્રી મોદી 9માં પગથિયે છે. ચિનફિંગે છેલ્લા ચાર વર્ષ સુધી આ યાદીમાં ટોચ પર રહેલ પુતિનને બીજા સ્થાન પર ધકેલી દીધા છે. યાદીમાં ત્રીજા સ્થાંપર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ટ ટ્રંપ, ચોથા પર જર્મનીની ચાંસલર એંજેલા મર્કેલ અને પાંચમા પર અમેજન પ્રમુખ જૈફ બેજોસ છે. 
મોદી પછી ફેસબુક સીઈઓ માર્ક જુકરબર્ગ (13માં), બ્રિટનની પ્રધાનમંત્રી થેરેસા મે (14), ચીનના પ્રધાનમંત્રી લી ક્વિંગ (15), એપલના સીઈઓ ટિમ કુક (24) ને મુકવામાં આવ્યા છે. રિલાયંસ ઈંડસ્ટ્રીઝના ચેયરમેન મુકેશ અંબાની આ યાદીમાં મોદી ઉપરાંત એકમાત્ર સ્થાન મેળવનારા ભારતીય છે. બીજી બાજુ માઈક્રોસોફ્ટના સીઈઓ ભારતીય મૂળના સત્ય નડેલાને 40મુ સ્થાન મળ્યુ છે. 
 
ફોર્બ્સે કહ્યુ ધરતી પર લગભગ 7.5 અરબ લોકો છે. પણ આ 75 પુરૂષો અને મહિલાઓએ દુનિયાને બદલવાનુ કામ કર્યુ છે. ફોર્બ્સ દુનિયાના સૌથી શક્તિશાળી લોકોની વાર્ષિક રૈકિંગ માટે દર 10 કરોડ લોકોમાંથી એક વ્યક્તિની ઓળખ કરે છે.  જેનુ કાર્ય સર્વાધિક મહત્વપૂર્ણ હોય. 
ફોર્બ્સે કહ્યુ કે મોદી દુનિયાના બીજા સૌથી વધુ વસ્તીવાળા દેશ (ભારત)માં ખૂબ જ લોકપ્રિય બનેલા છે. જેમા મની લૉંન્ડ્રિંગ અને ભ્રષ્ટાચાર સામે લડવા માટે મોદી સરકાર દ્વારા નવેમ્બર 2016માં નોટબંધીનો નિર્ણયનો હવાલો આપવામાં આવ્યો છે. 
 
તાજેતરમાં મોદીએ સત્તાવાર યાત્રા દરમિયાન ટ્રંપ અને ચિનફિંગ સાથે મુલાકાત કરી અને વૈશ્વિક નેતાના રૂપમાં પોતાની ઓળખ વધારી છે. આ ઉપરાંત તેઓ જળવાયુ પરિવર્તનનો સામનો કરવાના આંતરરાષ્ટ્રીય પ્રયાસમાં એક મુખ્ય વ્યક્તિના રૂપમાં ઉભર્યા છે. 
અંબાણી પર ફોર્બ્સે કહ્યુ કે અરબપતિ ઉદ્યોગપતિએ 2016માં ભારતના અતિ-પ્રતિસ્પર્ધી બજારમાં 4જી સેવા જિયો શરૂ કરીને કિમંતની જંગ છેડી દીધી. આ વર્ષ યાદીમાં 17 નવા નામનો સમાવેશ કરવામાં આવ્યો છે.  તેમા સઉદી અરબના શહજાદા મોહમ્મદ બિન સલમાન અલ સઉદ (8માં) પણ છે.  યાદીમાં પોપ ફ્રાંસિસ (6), બિલ ગેટ્સ (7), ફ્રાંસના રાષ્ટ્રપતિ એમૈનુએલ મૈક્રો (12), અલીબાબાના પ્રમુખ જૈક મા (21)નો પણ સમાવેશ છે. 

સંબંધિત સમાચાર

Next Article