Mexico Bus Accident - મૈક્સિકોમાં મોટી દુર્ઘટના, ખીણમાં ખાબકી બસ, 17 મુસાફરોના મોત, 6 ભારતીય સહિત 40 મુસાફરો હતા સવાર

Webdunia
શુક્રવાર, 4 ઑગસ્ટ 2023 (12:21 IST)
Mexico Bus Accident: અમેરિકાના પડોશી દેશ મૈક્સિકોમાં એક દર્દનાક દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. માહિતી અનુસાર પશ્ચિમી મૈક્સિકોમાં ગુરૂવારે એક મુસાફરોથી ભરેલી બસ રાજમાર્ગના નિકટ દુર્ઘટનાનો ભોગ બની. બસ ખીણમાં ખાબકી ગયા જેમા સવાર 17 લોકોના મોત થઈ ગયા . બસમાં 6 ભારતીય સહિતે 40 લોકો સવાર હતા.  આ દુર્ઘટનામાં લગભગ 22 અન્ય લોકો ઘાયલ થયા છે. જો કે તેમની હાલત સ્થિર બતાવાઈ છે.  
 
અકસ્માતમાં બસ સંપૂર્ણ રીતે નાશ પામી છે. મદદ માટે રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અહેવાલો અનુસાર, આ દુર્ઘટના મેગ્ડાલેના પેનાસ્કો શહેરમાં બની હતી. મૃતકોમાં 3 બાળકોનો પણ સમાવેશ છે. 
 
નાગરિક સુરક્ષા એજન્સીએ જણાવ્યું કે જ્યારે તેઓ ઘાયલોને હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા ત્યારે ઓછામાં ઓછા છ લોકો બેભાન થઈ ગયા હતા. તેની હાલત નાજુક હતી. તપાસ અધિકારીઓએ જણાવ્યું કે આ બસ તિજુઆના તરફ જઈ રહી હતી. અકસ્માતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. અધિકારીઓનું કહેવું છે કે બસ રાજ્યની રાજધાનીની બહારના હાઇવે પર બરાન્કા બ્લાન્કા પાસે દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી.. તેમણે કહ્યું કે કદાચ ડ્રાઈવરે બસ પરથી કાબુ ગુમાવી દીધો હતો. આ પછી બસ ઉંડી ખીણમાં પડી હતી.

સંબંધિત સમાચાર

Next Article