World News: બોટમાં ચાલી રહી હતી લગ્નની પાર્ટી અને અચાનક પડી વીજળી, 17 લોકોના મોત અને 6 ઘાયલ

Webdunia
બુધવાર, 4 ઑગસ્ટ 2021 (23:13 IST)
World News: બાંગ્લાદેશમાં વીજળી પડવાથી એક ડઝનથી વધુ લોકોના મોત થયા છે. એક અધિકારીએ આ માહિતી આપતા જણાવ્યુ કે રાજઘાની ઢાકાથી લગભગ 302 કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં ચપૈનવાબગંજ જીલ્લામાં આજે બુઘવારે વીજળી પડવાથી એક બોટ પર થઈ રહેલ લગ્નની પાર્ટીમાં સામેલ ઓછામાં ઓછા 17 લોકોના મોત થઈ ગયા. 
 
ચપૈનવાબગંજના શિબગંજ ઉપ-જીલ્લા પ્રશાસનના પ્રમુખ સાકિબ અલ રબ્બીએ સિન્હુઆને ફોન પર બતાવ્યુ કે એક લગ્નની પાર્ટીની બોટમાં વીજળી પડવાથી 17 લોકોનુ ઘટના સ્થળે જ મોત થઈ ગયુ. 
 
આ ઘટના બુઘવારે બપોરે પદ્મા નદીના કિનારે એક બોટ ટર્મિનલ પર થઈ,  ભારે વરસાદ વચ્ચે લગ્નની પાર્ટીના ડઝનો લોકોને લઈને જઈ રહેલ બોટ નદી પાર કરી રહી હતી. નદી કિનારે એક ટર્મિનલ પર બોટના લંગર નાખ્યા પછી કડાકેભર ચમકતી વીજળીના લપેટામાં આવી ગયા, જેમા 17 લોકોના મોત થઈ ગયા અને 6 અન્ય ઘાયલ થઈ ગયા. છેલ્લા કેટલાક મહિનામાં વીજળી પડવાથી અનેક લોકો માર્યા ગયા છે અને છેલ્લા કેટલા વર્ષોમાં આ મામલે વૃદ્ધિ થઈ છે. 
 
અહીના વિશેષજ્ઞ વીજળી પડવાથી થનારી મોતોમાં વૃદ્ધિ માટે સીધી રીતે જળવાયુ પરિવર્તનને જવાબદાર ઠેરવે છે, જેને બાંગ્લાદેશને પ્રભાવોના પ્રત્યે અધિક સંવેદનશીલ બનાવી દીધા છે. 
 

સંબંધિત સમાચાર

Next Article