ટ્રમ્પ બોલ્યા - ભારતમાં ન તો સ્વચ્છ હવા, ન સ્વચ્છ પાણી, સફાઈની પણ સમજ નથી

Webdunia
ગુરુવાર, 6 જૂન 2019 (09:42 IST)
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે એકવાર ફરીથી જળવાયુ પરિવર્તન મુદ્દા પર ભારત અને ચીનની આલોચના કરી છે. ટ્રંપે કહ્યુ કે ભારત ચીન ને રૂસમાં શુદ્ધ હવા અને પાણી પણ નથી અને આ દેશ વિશ્વના પર્યાવરણ પ્રત્યે પોતાની જવાબદારી નથી ભજવી રહ્યા. 
 
ટ્રમ્પે બ્રિટિશ ચેનલ ITVને આપેલા એક ઇન્ટરવ્યુમાં આ વાત કહી. પેરિસ જળવાયુ સમજૂતીમાંથી બહાર થનારા ટ્રંપે  દાવો કર્યો કે આખી દુનિયામાં યુએસની જળવાયુ સૌથી ચોખ્ખી છે. મેં યુએસમાં સૌથી ચોખ્ખી હવાની વાત આંકડાના આધાર પર કહી છે. યુએસનું જળવાયુ દિવસેને દિવસે સારું થતું જઇ રહ્યું છે.
અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે ચીન, ભારત, રૂસ અને કેટલાંય બીજા દેશોની પાસે ના તો ચોખ્ખી હવા છે, ના તો ચોખ્ખું પાણી અને ના તો પ્રદૂષણ-સફાઇને લઇ સમજ છે. જો તમે કેટલાંક શહેરોમાં જશો તો…હું એ શહેરોનું નામ નહીં લઉં પરંતુ મને ખબર છે. જો તમે આ શહેરોમાં જાઓ છો તો તમને શ્વાસ સુદ્ધાં લઇ શકતા નથી. આ દેશો પોતાની જવાબદારી નિભાવી રહ્યાં નથી.
 
ડોનાલ્ડ ટ્રમ્પ બ્રિટનની ત્રણ દિવસની મુલાકાત પર પહોંચ્યા હતા. ટ્રમ્પ સોમવારના રોજ મહારાણી એલિઝાબેથ અને પ્રિન્સ ચાર્લ્સને પણ મળ્યા અને બકિંઘમ પેલેસના શાહી ભોજનમાં પણ સામેલ થયા.
 
બ્રિટનની મુલાકાત પર ટ્રમ્પે પ્રિન્સ ચાર્લ્સની સાથે પર્યાવરણના મુદ્દા પર વાત કરી. પ્રિન્સ ચાર્લ્સ લાંબા સમયથી પર્યાવરણના વિનાશ અને જળવાયુ પરિવર્તનને લઇ જાગૃતતા પર કામ કરી રહ્યાં છે.

સંબંધિત સમાચાર

Next Article