અમેરિકાનો ભારતને ઝટકો, GSP લિસ્ટમાંથી કર્યુ બહાર, જાણો શુ થશે અસર

શનિવાર, 1 જૂન 2019 (11:20 IST)
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ભારતને GSP( Generalized System of Preferences) ટ્રેડ પ્રોગ્રામમાંથી બાહર કરી દીધુ છે.  જે પાંચ જૂનથી લાગૂ થઈ જશે. ટ્રપનુ કહેવુ છે કે તેમણે આ નિર્ણય એ માટે લીધો છે કારણ કે તેમને ભારત તરફથી એ આશ્વાસન નથી મળી રહ્યુ કે તે પોતાના બજારમાઅં અમેરિકી ઉત્પાદોને બીજા પ્રોડક્ટની જેમ જ છૂટ આપશે.  તેમનુ કહેવુ છ એકે ભારતમાં અનેક રોક હોવાથી તેમને બિઝનેસમાં નુકશાન થઈ રહ્યુ છે. 
 
જીએસપી પ્રોગ્રામ વર્ષ 1970માં શરૂ થયો હતો. ત્યારથી ભારત આનો લાભ ઉઠાવી રહ્યો છે.  ભારત તેનો સૌથી મોટો લાભાર્થી રહ્યો છે.  આ નિર્ણયથી ભારત પર ખૂબ મોટી અસર પડશે. આ કાર્યક્રમ અમેરિકાના સૌથી મોટા અને અમેરિકી વ્યાપારિક મહત્વ કાર્યક્રમ (યુએસ ટ્રેડ પ્રેફરેંસ પ્રોગ્રામ છે) જેની યાદીમાં સામેલ દેશોના હજારો ઉત્પાદોને અમેરિકામાં કર મુક્ટની છૂટની અનુમતી આપીને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે લાવવામાં આવ્યુ હતુ. 
 
અમેરિકાનુ જીએસપી કાર્યકમ શુ છે ?
 
અત્યાર સુધી ભારત જીએસપી હેઠળ સૌથી મોટો લાભાર્થી દેશ માનવામાં આવતો હતો પણ ટ્રંપ સરકારની આ કાર્યવાહી નવી દિલ્હી સાથે તેના વેપાર સબંધી મુદ્દા પર સખત વલણને બતાવી રહ્યુ છે. જીએસપીને વિવિધ દેશોથી આવનારા હજારો ઉત્પાદને ચાર્જ મુક્ત પ્રવેશની અનુમતિ આપીને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે બનાવાયુ  હતુ. ગયા વર્ષે જે ઉત્પાદોનો ચાર્જ મુક્ત આયાતની ભલામણ રદ્દ કરવામાં આવી હતી. તેમા ભારતના 50 ઉત્પાદનો સમાવેશ છે.  ઉલ્લેખનીય છે કે વર્ષ 2017માં જીએસપીના હેઠળ ભારતે અમેરિકાને 5.6 અરબ ડોલરથી વધુની કરમુક્ત નિકાસ કરી હતી. અમેરિકાના કાયદા મુજબ આ ફેરફાર અધિસૂચના રજુ થવાના બે મહિના પછીથી લાગૂ થઈ જશે. 
 
 
ટ્રપે શુક્રવારે એક જાહેરાતમાં કહ્યુ, ભારતે અમેરિકાને બાંહેધરી આપી નથી કે તે ભારતીય બજારોમાં ન્યાયસંગત તેમજ યોગ્ય પહોંચ પ્રદાન કરી શકશે. આ જ વાતને લઈને ભારત પાસેથી GSPનો દરજ્જો છીનવી લેવામાં આવ્યો છે. ટ્રંપે અમેરિકી સાંસદોની એ દલીલને પણ ધ્યાનમાં ન લીધી જેમા કહેવામાં આવ્યુ હતુ કે તેનાથી અમેરિકી વેપારને દર વર્ષે 300 મિલિયન ડોલર ટૈરિફનો વધુ ભાર પડશે. 
 
ભારત પર શુ થશે અસર ?
 
અમેરિકાના જીએસપી કાર્યક્રમમાં સામેલ લાભાર્થી ઉત્પાદો પર અમેરિકામાં કોઈ આયાત ચાર્જ નહોતો આપવો પડતો.  આ કાર્યક્રમ હેઠળ ભારતને 5.6 અરબ ડોલર (40 હજાર કરોડ રૂપિયા)ના નિકાસ પર છૂટ મળે છે.  કાર્યક્રમમાંથી બહાર થયા પછી ભારતને આ લાભ નહી મળે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર