ISRO ની સફળતા પર ચિઢાયુ ચીન, કરી આ કમેંટ...

Webdunia
ગુરુવાર, 16 ફેબ્રુઆરી 2017 (11:57 IST)
ભારતના એક સાથે 104 સેટેલાઈટના સફળ ઉડાન પર એક બાજુ આખી દુનિયાની મીડિયા ઈસરોના વખાણના પુલ બાંધી રહી છે તો બીજી બાજુ ચીની મીડિયાએ તેના પર વ્યંગ કર્યો  છે. 
 
વિદેશી મીડિયાએ કર્યા ભરપૂર વખાણ 
 
આ દરમિયાન વિદેશી મીડિયાએ ભારતની આ ઉપલબ્ધતાને મહત્વની બતાવી છે. લંડન ટાઈમ્સે કહ્યુ છે, ભારતે પોતાની અંતરિક્ષમાં દબદબાવાળા રાષ્ટ્રોની દોડમાં ખુદને સામેલ કરવાની મહત્વાકાંક્ષા પર બળ આપ્યુ છે. બીબીસીનુ કહેવુ છે કે ભારતની સફળતા આ વતનો સંકેત છે કે તેઓ મલ્ટી બિલિયન ડૉલર સ્પેસ માર્કેટમાં એક પ્રમુખ ખેલાડીના રૂપમાં ઉભરી રહ્યુ છે.  સીએનએલનુ કહેવુ છે કે અમેરિકા બનામ રૂસને ભૂલી જાવ, વાસ્તવિક અંતરિક્ષની દોડ એશિયામાં સ્થાન બનાવી રહ્યુ છે. ધ ન્યૂયોર્ક ટાઈમ્સે લખ્યુ કે આ મિશન ખૂબ મુશ્કેલ હતુ, પણ તેની સફળતા પછી ભારત અંતરિક્ષની દુનિયામાં એક મોટો ખેલાડી બનીને ઉભર્યુ છે. વોશિંગટન પોસ્ટે પણ ઈસરોની પ્રશંસા કરી અને લખ્યુ કે આ એક મોટી સફળતા છે. ઓછા ખર્ચ સાથે આ મિશનને સફળ કરવુ એક મોટી ઉપલબ્ધિ છે. જ્યા દેશ અને દુનિયાના મીડિયા ઈસરોના વખાણોના પુલ બાંધી રહ્યુ છે તો બીજી બાજુ ચીને આ વાત કરી છે જેનાથી સ્પષ્ટ છે કે ચીન ભારતની સફળતાથી ખુશ નથી. 
 
આ મામલે અમેરિકા અને ચીનથી પાછળ છે ભારત 
 
ચીની છાપાએ પોતાના લેખમાં લખ્યુ છે કે 104 સેટેલાઈટ લોંચ કરવી ભારત મટે મોટી સફળતા તો છે પણ સ્પેસના ક્ષેત્રમાં ભારત હજુ પણ અમેરિકા અને ચીનથી ખૂબ પાછળ છે. લેખમાં કહેવામાં આવ્યુ છે કે સ્પેસના ક્ષેત્રમાં સફળતા ફક્ત નંબરના આધાર પર નથી થતી. લેખમાં કહેવામાં આવ્યુ છે કે હજુ સુધી ભારત તરફથી સ્પેસસ સ્ટેશન માટે કોઈ પણ પ્લાન નથી તો બીજી બાજુ વર્તમાન સમાય્માં ભારતનુ કોઈપણ એસ્ટ્રોનૉડ અંતરિક્ષમાં નથી. 
 
મંગલયાન પર પણ ચીને કર્યુ હતુ કમેંટ 
 
ઉલ્લેખનીય છે કે આ પહેલા જ્યારે ભારતે મંગળયાનનુ સફળ મિશન કર્યુ હ્તુ તો ચીની મીડિયાએ તેને સમગ્ર એશિયા માટે ગૌરવની વાત બતાવી હતી અને કહ્યુ હતુ કે તે ભારત સાથે મળીને સ્પેસના ક્ષેત્રમાં કામ કરવા માંગે છે.  
Next Article