ડેનમાર્ક- સૌથી અમીર માણસના 4 બાળક ઈસ્ટર ઉજવવા શ્રીલંકા ગયા હતા, ધમાકામાં 3ની મૌત

Webdunia
મંગળવાર, 23 એપ્રિલ 2019 (17:09 IST)
ડેનમાર્કના સૌથી અમીર માણસ એંડર્સ પોવ્સલેન અને તેમની પત્ની એન પોવ્સલેન 
 
ડેનમાર્કના સૌથી અમીર માણસ એંડર્સ પોવ્સલેન પરિવારની સુરક્ષાને લઈને ખૂબ સાવધાન રહેતા હતા. 
 
46 વર્ષના એંડર્સ કુળ 55 કરોડની સંપત્તિના માલિક છે. 
 
કોપનનહેગન શ્રીલંકામાં રવિવારે થયા સીરિયલ બમ બલાસ્ટમાં આશરે 300 લોકોની મૃત્યુ થઈ. આ દુખદ ઘટનામાં ડેનમાર્કના સૌથી અમીર માણસ એંડર્સ પોવ્લ્સનના ચારમાંથી ત્રણ બાળકની પણ મૌત થઈ ગઈ. તેના પ્રવક્તા એ તેની પુષ્ટિ કરી. એંડર્સ કે તેમની પત્નીએ કઈક નહી કીધું. મીડિયાથી અપીલ કરાઈ  કે તે એંડર્સ અને તેમના પરિવારની નિજતાનો ધ્યાન રાખે અને તેના પર વધારે સવાલ ન ઉપાડીએ. 
 
એંડર્સના ચારે બાળકો શ્રીલંકામાં ઈસ્ટરને રજાઓ માળવા ગયા હતા. અહીં ફરતા એંડર્સની દીકરી એલ્માએ ઈંસ્ટાગ્રામ પર ભાઈ એસ્ટ્રિડ, એગ્નેસ અને આલ્ફ્રેડની સથે સાથે સ્વિમિંગ પુલમાં બેસેલા એક ફોટા શેયર કરી હતી. 
 
પરિવારની સુરક્ષાને લઈને સાવધાના રહેતા હતા
46 વર્ષના પોવ્લ્સન તેમના પરિવારની સુરક્ષાને લઈન ખૂબ ચિંતિત રહેતા હતા. તે તેમના બાળકોને સામાન્ય રીતે એવી જગ્યા નહી જવા દેતા હતા જયાં તેને ઓળખી લે. પોવ્લ્સનની ચિંતાના બે કારણ હતા. હકીકતમાં 1998માં કર્ટ હાનસેન નામના એક અપરાધીએ તેમના માતા-પિતાને ખૂબ પરેશાન કર્યું તેને મારવાની ધમકઈ આપતા હતા. પછી તેને પોલીસએ ગિરફતાર કરી લીધું. 2003માં એક જુદી ઘટનામાં પૉવલ્સનના એક પારિવારિક મિત્રનો ભારતમાં અપહરણ કરી લીધું.અપહરણકર્તા તેને પૉવ્લ્સનના સંબંધી સમજી ફિરોતી માંગી, પણ પોલીસએ તેને છોડાવી લીધું હતું. આવતી પેઢી માટે ખરીદી હતી 2 લાખ એકડ જમીન. 
 
પાછલા વર્ષ જ ફોર્બ્સની અમીરીની લિસ્ટમાં 252મા સ્થાન પર રહેલા એંડર્સ 7.9 અરબ ડૉલર (આશરે 55 હજાર કરોડ રૂપિયા)ની સંપત્તિના માલિક છે. એડર્સ સ્કૉટલેડમાં સૌથી વધારે જમીનના માલિક પણ છે. તેમના અને તેમની પત્ની એનના નામ સ્કૉટિશ હાઈલેંડસમાં આશરે બે લાખ એકડ જમીન છે. 

સંબંધિત સમાચાર

Next Article