પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો બે દિવસીય અમેરિકા પ્રવાસ આજે પુરો થયો છે. આ પ્રવાસ પર પીએમ મોદીએ આતંકવાદને લઈને નામ લીધ વગર પાકિસ્તાન પર જોરદાર નિશાન તાક્યુ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે જ્યા દુનિયામાંથી ઈસ્લામિક આતંકને ખતમ કરવાની વાત કરી તો બીજી બાજુ પીએમ મોદીએ સીમાપાર આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો. બંને નેતાઓએ પોતાના નિવેદનમાં આતંકવાદને ખાત્મો કરવાની વાત કરી છે.
ક્રમવાર રીતે જોઈએ મોદીના અમેરિકી પ્રવાસની મુખ્ય મોટી વાતો
1. પીએ મોદી 25 જૂને અમેરિકા પહોંચ્યા - પીએમ મોદી 25 જૂનના રોજ અમેરિકા પહોંચ્યા તો પીએમ મોદીના અમેરિકા પહોંચતા પહેલા રાષ્ટ્રપતિ ટ્રંપે ટ્વીટ કરીને પીએમ મોદીને સાચો મિત્ર બતાવ્યો હતો. વોશિંગટન એયરપોર્ટ પર ભારતીય સમુહના લોકોએ પીએમ મોદીનુ સ્વાગત કર્યુ.
2. ટોપ-21 કંપનીઓના CEOને મળ્યા મોદી - અમેરિકા પહોંચ્યા પછી પીએમ મોદી ટોપ-21 કંપનીઓના CEOને મળ્યા. એક ગોલમેજ બેઠક દરમિયાન મોદી રેખાંકિત કર્યુ કે છેલ્લા ત્રણ વર્ષમાં મોદી સરકારની નીતિયોને કારણે ભારતે સૌથી વધુ FDIને આકર્ષિત કરી છે. તેમણે કહ્યુ કે ભારતના વિકાસમાં ભાગ બનીને ફાયદો ઉઠાવો. સાથે જ તેમને દેશ્માં આવતા મહિનાથી લાગૂ થવા જઈ રહેલ GST ને પણ વેપાર સુગતમા માટે
પરિવર્તન લાવનારી બતાવી.
3. અપ્રવાસી ભારતીયોને સંબોધિત કર્યા - મોદીએ અમેરિકાના વર્જિનિયામાં અપ્રવાસી ભારતીયોને સંબોધિત કરતા સીમાપાર આતંકવાદ, સર્જિકલ સ્ટ્રાઈક, ભ્રષ્ટાક્ચાર જેવા મુદ્દાનો ઉલ્લેખ કર્યો. પીએમ મોદીએ અહી અમેરિકામાં રહેતા ભારતીય લોકોને પોતાના ઘર મતલબ દેશના વિકાસ માટે પોતાના અનુભવો વહેંચવાની અપીલ કરી.
4. સર્જિકલ સ્ટ્રાઈકનો ઉલ્લેખ્કરતા પાક પર નિશાન સાધ્યુ - મોદીએ કહ્યુ ભારત આતંકવાદના મુદ્દા પર પાછળ નહી હટે. સર્જિકલ સ્ટ્રાઈકનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યુ, 'કોઈ દેશે ભારતની આ કાર્યવાહીનો વિરોધ નથી કર્યો કારણ કે દરેકને ખબર છેકે જે કર્યુ તે યોગ્ય હતુ. જે પહેલા આતંકવાદની પરેશાની સમજવા તૈયાર નહોતા તેઓ હવે તેને સમજી ગયા છે. ભારતે સ્પષ્ટ સંદેશ આપ યો છે કે સંયકને કમજોરી ન સમજવામાં આવે.
5. ટ્રંપ અને તેની પત્નીએ વ્હાઈટ હાઉસમાં મોદીનુ સ્વાગત કર્યુ - પીએમ મોદી અને ટ્રંપ વચ્ચે મુલાકાતની પ્રક્રિયા ત્યારે શરૂ થઈ જ્યારે પીએમ વ્હાઈટ હાઉસ પહોંચ્યા. વ્હાઈટ હાઉસમાં પીએમ મોદીની આગેવાની ખુદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અને તેમની પત્ની મેલેનિયાએ કરી.
6. મોદીએ સ્વાગત માટે આભાર માન્યો - મોદીએ ઉષ્માપૂર્ણ સ્વાગત માટે ટ્રંપ અને તેમની પત્ની પ્રત્યે આભાર દર્શાવ્યો. મોદીએ કહ્યુ, 'મારુ સ્વાગત ભારતના 125 કરોડ નાગરિકોનુ સ્વાગત છે. હુ એ માટે રાષ્ટ્રપતિ અને પ્રથમ અમેરિકી મહિલા પ્રત્યે દિલથી આભાર વ્યક્ત કરુ છુ.'
7. મોદી સીમાપાર આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો. વ્હાઈટ હાઉસમાં ટ્રંપ અને મોદી વચ્ચે વિવિધ મુદ્દા પર દ્વિપક્ષીય વાર્તા થઈ. પોતાના નિવેદનમાં ડોનાલ્ડ ટ્રંપે દુનિયામાંથી ઈસ્લામિક આતંકને ખતમ કરવાની વાત કરી. બીજી બાજુ પીએમ મોદીએ સીમાપાર આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો. આ સાથે જ બંન દેશોએ પાકિસ્તાનને કહ્યુ કે તેઓ મુંબઈ હુમલા અને પઠાનકોટમાં થયેલ આતંકી હુમલાના ષડયંત્રકર્તાને જલ્દી ન્યાયના કઠઘરામાં લાવે.
8. મોદી ટ્રંપને ભારત આવવાનુ આમંત્રણ આપ્યુ - પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ટ્રંપ અને તેમની પુત્રીને ભારત આવવાનુ પણ આમંત્રણ આપ્યુ. મોદીએ કહ્યુ, "મે રાષ્ટ્રપતિ ટ્રંપને પરિવાર સહિત ભારત આવવાનુ આમંત્રણ આપુ છુ. હુ તેમના સ્વાગત કરવાની પ્રતીક્ષા કરી રહ્યો છુ. મારા નિમંત્રણનો સ્વીકાર કરવા બદલ રાષ્ટ્રપતિ ટ્રંપનો ધન્યવાદ.
9. વર્કિંગ ડિનર દરમિયાન બંને નેતાઓની વાતચીત - વાતચીત પછી પીએમ મોદીના સમ્માનમાં ટ્રંપે વર્કિગ ડિનરનુ આયોજન કર્યુ. વિદેશ મંત્રાલયના નિવેદન મુજબ ડિનર દરમિયાન પણ બંને નેતાઓએ અનેક અહમ મુદ્દા પર ચર્ચા કરી છે. રસપ્રદ વાત એ છે કે વ્હાઈટ હાઉસમાં આ પ્રકારનું ડિનર પહેલા ક્યારેય અમેરિકી રાષ્ટ્રપતિએ કોઈ બીજા દેશના પ્રમુખને આપ્યુ નથી.
10. મોદી નીધરલેંડ્સ માટે રવાના - બે દિવસના પોતાના અમેરિકી પ્રવાસ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે લગભગ સાઢા છ વાગ્યે નીધરલેંડ્સ માટે રવાના થઈ ગયા છે. પીએમ મોદીની ત્રણ દેશોની ચાર દિવસીય યાત્રાનો નીધરલેંડ્સમાં અંતિમ પડાવ છે. બંને દેશ આ વર્ષે ભારત અને નીધરલેડ્સ વચ્ચે સ્થાપિત થયેલ કૂટનીતિક સંબંધોના 70 વર્ષ પૂરા થવાનો જશ્ન મનાવી રહ્યા છે.