મંકી પોક્સના શુ હોય છે લક્ષણ અને કેવી રીતે ફેલાય છે આ બીમારી ?

Webdunia
સોમવાર, 23 મે 2022 (18:53 IST)
કોવિડ સામે લડી રહેલા દુનિયામાં હવે મંકીપોક્સ નામના દુર્લભ સંક્રમણના વધવાથી વૈજ્ઞાનિકો ચિંતિત છે. જો કે ભારતમાં અત્યાર સુધી ચેપનો કોઈ કેસ નોંધાયો નથી, પરંતુ બ્રિટન, ઈટાલી, પોર્ટુગલ, સ્પેન, સ્વીડન અને અમેરિકામાં લોકો તેનાથી સંક્રમિત જોવા મળ્યા છે. કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ફ્રાન્સ આ રોગના સંભવિત ચેપની તપાસ કરી રહ્યા છે, જેમાં મૃત્યુ દર 10 ટકા રહી શકે છે. કુલ મળીને, મંકીપોક્સના 100 થી વધુ શંકાસ્પદ અને પુષ્ટિ થયેલા કેસો સામે આવ્યા છે. 
 
મંકીપૉક્સ શુ છે ?
મંકીપોક્સ માનવીમાં માતા નીકળી હોય એવી જ દુર્લભ વાયરલ ચેપ છે.  તે સૌપ્રથમ 1958માં શોધ માટે રાખવામાં આવેલા વાંદરાઓમાં જોવા મળ્યો હતો.  મંકીપોક્સના ચેપનો પ્રથમ કેસ 1970 માં નોંધાયો હતો. આ રોગ મુખ્યત્વે મધ્ય અને પશ્ચિમ આફ્રિકાના ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં જોવા મળે છે અને ક્યારેક ક્યારેક અન્ય પ્રદેશોમાં પણ ફેલાય છે.
 
હૈદરાબાદની યશોદા હોસ્પિટલના ચેપી રોગોના સલાહકાર ડૉ. મોનાલિસા સાહુએ જણાવ્યું હતું કે, “મંકીપોક્સ એક દુર્લભ જૂનોટિક બીમારી છે જે મંકીપોક્સ વાયરસના સંક્રમણના કારણે થાય છે. મંકીપોક્સ વાયરસ પોક્સવિરિડે પરિવાર સાથે સંબંધિત છે, જેમાં ચિકનપોક્સ અને ચેચકની બીમારી ઉભી કરનારા વાયરસનો સમાવેશ છે.  આફ્રિકાની બહાર, યુ.એસ., યુરોપ, સિંગાપોર, યુકેમાં મંકીપોક્સના કેસ નોંધાયા છે અને આ કેસો આંતરરાષ્ટ્રીય મુસાફરી અને બીમારીથી ગ્રસ્ત વાંદરાઓના એક સ્થાનથી બીજા સ્થાન પર જવા સાથે જોડવામાં આવી છે. 
 
બીમારીના લક્ષણો
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) મુજબ, મંકીપોક્સમાં સામાન્ય રીતે તાવ, ફોલ્લીઓ અને ગાંઠ સાથે ઉભરાય છે અને તેનાથી અનેક પ્રકારની ચિકિત્સા જટિલતાઓ ઉભી થઈ શકે છે. રોગના લક્ષણો સામાન્ય રીતે બે થી ચાર અઠવાડિયા સુધી દેખાય છે, જે આપમેળે જ દૂર થઈ જાય છે. કેસ ગંભીર પણ હોઈ શકે છે. તાજેતરના સમયમાં, મૃત્યુદરનું પ્રમાણ લગભગ 3-6 ટકા રહ્યુ છે, પરંતુ તે 10 ટકા જેટલું ઊંચું જઈ શકે છે. સંક્રમણના વર્તમાન ફેલાવા દરમિયાન મૃત્યુનો કોઈ કેસ નોંધાયો નથી.
 
સંક્રમણ કેવી રીતે ફેલાય છે?
મંકીપોક્સ સંક્રમિત  વ્યક્તિ અથવા પ્રાણી સાથેના નિકટના સંપર્ક દ્વારા અથવા વાયરસથી દૂષિત સામગ્રી દ્વારા મનુષ્યોમાં ફેલાય છે. એવું માનવામાં આવે છે કે તે ઉંદરો, ઉંદરી અને ખિસકોલી જેવા પ્રાણીઓ દ્વારા ફેલાય છે. 
 
આ રોગ ઘા, શરીરના પ્રવાહી પદાર્થ, શ્વસનના ટીપાં અને દૂષિત સામગ્રી જેવી કે પથારીના માધ્યમથી ફેલાય છે.  આ વાયરસ શીતળા કરતાં ઓછો ચેપી છે અને ઓછી ગંભીર બીમારીનું કારણ બને છે.
 
સ્વાસ્થ્ય અધિકારીઓનુ કહેવુ છે કે તેમાથી કેટલાક સંક્રમણ યૌન સંપર્કના માધ્યમથી સંચરિત થઈ શકે છે. ડબલ્યુએચઓએ કહ્યુ કે તે સમલૈગિંક કે ઉભયલિંગી લોકો સાથે સંબંધિત અનેક મામલાની પણ તપાસ કરી રહ્યુ છે. 
 

સંબંધિત સમાચાર

Next Article