કોઈને વધારે ગરમી લાગવા પાછળ ઘણા બધા કારણ જવાબ્દાર હોઈ શકે છે. કોઈક લોકોને વધુ ઠંડી કે ગરમી લાગવાના પાછળ તેમના ખાવા પીવા, કામ અને દિવસભરની પ્રવૃત્તિઓ પર પણ નિર્ભર કરે છે. જેમ કે વૃદ્ધ માણસોને વધુ ઠંડી કે ગરમી લાગે છે કારણકે વૃદ્ધ લોકો પોતાનું બોડી ટેમ્પરેચર મેનેજ કરી શકતા નથી. કેમકે, ઉંમર વધવાની સાથે મેટાબોલિઝમ્સ ખુબ ધીમુ થઈ જતુ હોય છે. ધીમા મેટાબોલિઝમ્સની લીધે આ લોકોનું બોડી ટેમ્પરેચર ખૂબ જ ઘટી જાય છે. આ જ કારણ છે કે, વૃદ્ધ લોકોને હાઇપોથર્મિયા થવા પર ખતરો વધી જાય છે. જે લોકો ખુબ જ ઝડપી જીવન જીવે છે, તેમને પણ આ સમસ્યા થઈ શકે છે.
સ્ત્રીઓના શરીરમાં પુરૂષોની સરખામણીએ ઓછા સ્નાયુઓ હોય છે. આ જ કારણ છે કે તેમની ત્વચાના છિદ્રોમાંથી ઓછી માત્રામાં ગરમી ઉત્પન્ન થાય છે, જેના કારણે તેઓ પુરુષો કરતાં ઓછી ગરમી અનુભવે છે. જોકે, મેનોપોઝ અને મિડલ એજમાં સ્ત્રીઓ પુરૂષો કરતાં વધુ ગરમી અનુભવે છે. આવુ એટલા માટે થાય છે કેમકે, આ સમય દરમિયાન તેમના શરીરના હોર્મોન્સમાં ઘણા ફેરફારો થાય છે