લુ લાગવા (સન સ્ટોક) ના કેસોમાં સામાન્ય રીતે શરીરનું તાપમાન ખુબ વધી જાય છે. વાતાવરણનું તાપમાન ઊંચું હોવાથી પરસેવો ખુબ વધારે થાય છે અને જેના કારણે શરીરનું તાપમાન ઘટી શકતું નથી. જે વ્યકિતના આરોગ્ય ઉપર વિપરીત અસરો કરે છે. જેમાં શરીર અને હાથ પગમાં અસહ્ય દુઃખાવો, ખુબ તરસ લાગવી, ગભરામણ થવી, ચક્કર આવવા, શ્વાસ ચઢવો, હૃદયના ધબકારા વધી જેવી અસરો થાય છે.
સન સ્ટોક (લુ) થી બચવા જાહેર જનતાને નીચે મુજબ સૂચનાઓઆપવામાં આવી છે.
• ગરમીમાં બને ત્યાં સુધી બહાર જવાનું ટાળવું .
• ઉનાળાની ઋતુ દરમ્યાન ખુલતા, સફેદ, સુતરાઉ કપડા પહેરવા જોઈએ.
• નાનાબાળકો, સગર્ભા માતાઓ, વૃધ્ધો તથા અશક્ત વ્યક્તિઓએ તડકામાં ફરવું નહિ.
• ગરમીની ઋતુ દરમ્યાન બને ત્યાં સુધી ભુખ્યા ન રહેવું.
• માથાનો દુઃખાવો, બેચેની, ચક્કર, ઉબકાં કે તાવ આવે તો તુર્ત જ નજીકના દવાખાના / પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે હોસ્પિટલમાં ડોક્ટરની સલાહ અને સારવાર લેવી