એસિડિટી ના ઉપાય- એસિડિટી અને ગેસથી છૂટકારો મેળવવા 5 ચમત્કારી ઘરેલું ઉપાય

ગુરુવાર, 31 માર્ચ 2022 (16:38 IST)
એસિડિટી (acidity) કેમ છે?
તેને અમ્લપિત્ત (acidity) પણ કહેવામાં આવે છે. આમાં અમાશયમાં વધુ એસિડ બને છે. તેને લીધે ખોરાકને યોગ્ય રીતે પચતો નથી. જેને કારણે જે અન્ન રસ બને છે તે પિત્તમાં બદલાય છે. આને કારણે અનેક પાચક વિકૃતિઓ ઉભી થાય છે.લાબા સમય સુધી આવી સ્થિતિ રહેવાથી અમ્લપિત્ત નામનો રોગ થાય છે.  આ રોગ વાતાવરણમાં ભેજને કારણે થાય છે, તેથી વરસાદની ઋતુમાં આ સમસ્યાવધુ જોવા મળે છે.
 
એસિડિટીને (acidity) કારણે પેટ, છાતી અને ગળામાં બળતરા અને ખાટા ઓડકાર આવે છે. ઓડકાર સાથે ગળામાં ખાટુ અને તીખુ પાણી પણ આવી જાય છે.  કેટલીકવાર ઉલટી પણ થાય છે. એસિડિટીમાં અપચો, કબજિયાત અને ઝાડા થવાની પણ ફરિયાદ રહે  છે.
 
એસિડિટી અને ગેસથી છૂટકારો મેળવવા માટેના 5 અન્ય ઘરેલું ઉપાયો:
1) 1 ચમચી અજમો લો તેમા એક ચતુર્થાંસ લીંબુનો રસ મિક્સ કરીને ચાંટી જાવ ગેસ ટૂંક સમયમાં શાંત થઈ જશે.
2  એસિડિટીથી છૂટકારો મેળવવા માટે આદુના રસમાં થોડું સંચળ અને શેકેલુ  જીરું નાખીને સેવન કરો ઉપરથી અડધો ગ્લાસ છાશ પીવો.
 
3) 1 ગ્લાસ ગરમ દૂધમાં 2 ચમચીદિવેલ નાખો અને પીવો. આમ કરવાથી ગેસમાં  તાત્કાલિક ફાયદો થશે.
4) ચોકરવાળા લોટની રોટલી ખાવાથી એસીડીટીમાં ફાયદો થશે
5) 1 ગ્લાસ શેરડીનો રસ ગરમ કરો અને તેમાં લીંબુનો રસ અને થોડુ સંચળ નાખીને દિવસમાં ઓછામાં ઓછા 2 વાર પીવો. આ કરવાથી ગેસમાંથી રાહત મળે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર