યુવતીઓને દર મહિને માસિક ધર્મની સમસ્યામાંથી પસાર થવુ જ પડે છે પણ પીરિયડ્સના અસહનીય દુખાવાની સહન કરવુ સૌથી મુશ્કેલ કામ હોય છે. આવામાં આજે અમે તમને બતાવી રહ્યા છે પીરિયડ્સના દુખાવાને ઘટાડવાના કેટલાક ઘરેલુ ઉપાયો.. આ ઉપાયોથી 2 મિનિટમાં ગાયબ થઈ જશે તમારો આ દુખાવો..
1. ગરમ પાણી - ગરમ ટોવેલ કે વૉટર બેગને પેટના નીચલા ભાગ પર મુકવાથી દુખાવો ઓછો થઈ જશે.. આ ઉપરાંત વર્તમાન દિવસોમાં ગરમ પાણીથી સ્નાન કરવાથી તમને દુખાવામાં આરામ મળે છે.
2. તુલસી - આ નેચલ પેન કિલર અને એંટીબાયોટિકથી તમારા પેટનો સુખાવો 2 મિનિટમાં ગાયબ થઈ જશે. પીરિયડ્સ દરમિયાન તેને ચા કે પાણીમાં ઉકાળીને પીવો. તેનાથી તમારા પેટના દુખાવામાં આરામ મળશે.
3. ગાજરનુ જ્યુસ - બ્લડ ફ્લો ઠીક ન થવાને કારણે પેટનો દુખાવો થવા માંડે છે. આવામાં ગાજરનુ સેવન કરવાથી પેટનો દુખાવો પણ ઠીક થઈ જશે અને બ્લડ ફ્લો પણ ઠીક થશે.
4. અજમો - આ દિવસ દરમિયાન પેટમાં ગેસ બનવાને કારણે પણ દુખાવો થાય છે. આવામાં ગરમ પાણી સાથે અજમાનુ સેવન કરો. 5 મિનિટ પછી પેટની ગેસ અને દુખાવાથી છુટકારો મળી જશે.
5. આદુ - આદુને બારીક સમારીને સારી રીતે ઉકાળી તેમા ખાંડ મિક્સ કરીને તેનુ સેવન કરો. તેનાથી તમારા પેટનો દુખાવો ઠીક થઈ જશે અને કોઈ પ્રોબ્લેમ પણ નહી થાય.
6. વરિયાળી - એક કપ પાણીમાં વરિયાળીને સારી રીતે ઉકાળીને દિવસમાં 2-3 વાર તેનુ સેવન કરો.. તમને પેટના દુખાવામાં આરામ મળી જશે.