ઉનાળામાં શરીરનું ઘ્યાન કેવી રીતે રાખશો, જાણો ગરમીથી બચવાના ઉપાય

Webdunia
સોમવાર, 16 મે 2022 (09:09 IST)
ઉનાળાની શરૂઆત થઇ ચૂકી છે. ઉનાળામાં તમારે તમારા શરીરનું ખાસ ધ્યાન રાખવનું હોય છે. ઉનાળાની ગરમીમાં ડ્રી હાઇડ્રેશન જેવી બિમારીઓનો શિકાર મોટાભાગના લોકો થતા હોય છે. પરંતુ જો તમે તમારી આસપાસની વસ્તુઓનો યોગ્ય રીતે ઉપયોગ કરશો તો તમે ઉનાળાની ગરમી સામે રક્ષણ પણ મેળવી શકશો અને તંદુરસ્ત પણ રહી શકશો.
 
આ ઋતુમાં ગરમી અને પસીનાને કારણે શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જતું હોવાથી રોજ ઓછામાં ઓછું 3-4 લિટર પાણી અચૂક પીવું.
 બજારમાં મળતા તૈયાર જૂસની જગ્યાએ વરિયાળી, કોકમ કે શેકેલું જીરું પલાળેલું પાણી પીવું વધુ સારું.
જવના પાણીમાં આદું, ફુદીનો અને મધ નાખીને પીવાથી એ શરીરને ઠંડક પહોંચાડવાનું કામ કરે છે.
રાતના સૂતાં પહેલાં 7-8 કાળી દ્રાક્ષ પાણીમાં પલાળી દેવી. સવારે ઊઠીને ચાવી જવી અથવા તમારા ગમતા કોઈ પણ પીણામાં મિક્સ કરીને પી જવાથી શરીર સ્વસ્થ રહે છે.
વરિયાળી, શેકેલું જીરું, ખડી સાકર, એલચી તથા એક ચપટી જાયફળ બધું મિક્સ કરી એનો પાઉડર આ સીઝનમાં ઘરમાં હંમેશાં તૈયાર જ રાખવો. મન થાય ત્યારે અડધો ગ્લાસ પાણી અને અડધો ગ્લાસ દૂધમાં મિક્સ કરી એમાં એક ચમચી આ પાઉડર મિક્સ કરી ઠંડાઈ બનાવીને પી જવાથી ઇન્સ્ટન્ટ તાજગીનો અહેસાસ થાય છે.
સક્કરટેટી, દ્રાક્ષ, કલિંગર તથા કેરી જેવાં સીઝનલ ફ્રૂટ્સ જ ખાવાં.
ભોજનમાં કાકડી, દૂધી અને સરગવાની શિંગનો ઉપયોગ વધુ કરવો.
વધુ પડતા તેલ, ઘી અને મસાલાવાળા ખોરાકથી દૂર રહેવું.
દિવસમાં બે કે ત્રણ વાર પેટ ભરીને જમવાને સ્થાને 6-7 વાર થોડું-થોડું ખાવાથી પાચનશક્તિ સારી રહે છે.

સંબંધિત સમાચાર

Next Article