ગરમી આવતા જ લોકો ડાયેટમાં ખૂબ ફેરફાર કરે છે. વધુ પાણીવાળી વસ્તુઓનુ સેવન કરો છો. હલકો ખોરાક અને લીલા શાકભાજીઓ વાપરો છો. જોકે અનાજમાં ખૂબ ઓછા લોકો ફેરફાર કરે છે. ગરમીના દિવસોમાં તમારે રોટલી પણ બદલી નાખવી જોઈએ. ઘઉના સ્થાન પર આ સીજનમાં તમે જુવારની રોટલી ખાવ. ગરમીમા જુવારની રોટલી શરીરને કુલ રાખવામાં મદદ કરે છે. જુવારની તાસીર ઠંડી હોય છે જે ગરમીમાં પેટને ઠંડુ રાખે છે. જુવારની રોટલીથી શરીરનુ વજન ઝડપથી ઓછુ થાય છે. જાણો જુવારની રોટલી ખાવાના શુ ફાયદા છે ?
ગરમીમાં કયા અનાજની રોટલી ખાવી જોઈએ ?
જુવાર એક એવુ અનાજ છે જેને ન્યૂટ્રિશન્સનુ પાવરહાઉસ પણ કહેવાય છે. જુવારમાં ભરપૂર પ્રમાણમાં મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા મિનરલ જોવા મળે છે. જુવાર શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જુવારની રોટલી ખાવાથી શરીરમાં એનર્જી કાયમ રહે છે અને માંસપેશીઓ મજબૂત થાય છે.
- જે લોકોને ગ્લૂટેનથી એલર્જી છે તેમણે ડાયેટમાં જુવારની રોટલી સામેલ કરવી જોઈએ. જુવાર ગ્લૂટેન ફ્રી ફૂડ છે. જેને સીલિએક રોગના લોકો માટે સારો માનવામાં આવે છે. ગરમીમાં જુવારની રોટલી ખાવાથી શરીરને જરૂરી પોષક તત્વ સહેલાઈથી મળી જાય છે.
- જે લોકો જુવારની રોટલી ખાય છે તેમને પાચન સંબંધી સમસ્યાઓ ઓછી થાય છે. જુવાર ફાઈબરથી ભરપૂર ફુડ છે જેને પચાવવુ સહેલુ છે. પાચન ક્રિયાને મજબૂત બનાવવા માટે જુવારની રોટલીનુ સેવન લાભકારી માનવામાં આવે છે. જુવાર વધેલા વજનને ઘટાડવામાં મદદ કરે છે.
- 1 કપ જુવારમાં 22 ગ્રામ પ્રોટીન જોવા મળે છે. પ્રોટીન શરીરને સ્વસ્થ રાખવા માટે જરૂરી મૈક્રોન્યૂટ્રિએંટ છે. તેનાથી માંસપેશીઓને મજબૂત બનાવવામાં મદદ મળે છે. જુવાર ખાવાથી શરીરને ભરપૂર ઉર્જા મળે છે. તેનાથી પેટ ભરેલુ રહે છે અને તમે ઓવર ઈંટિંગથી બચી શકો છો.