કેટલાક લોકોને ભરપેટ ભોજન કર્યા પછી પણ ભૂખ લાગે છે. તો બીજી બાજુ કેટલાક લોકોને ખાતી વખતે એ વાતનો અહેસાસ જ થતો નથી કે પેટ ભરાય ગયુ છે કે નહી અને તેઓ સતત ખાતા રહે છે. આ બંને જ સ્થિતિઓ ન ફક્ત ગંભીર છે પણ એ તમને અનેક હેલ્થ સમસ્યા વિશે પણ બતાવે છે. સમય પર ધ્યાન આપવુ અને ઉપચાર કરવો જરૂરી છે. શુ છે અત્યાધિક ભૂખ લાગવાના કારણ અને કેવી રીતે તમે તેનાથી રાહત મેળવી શકો છો. આવો જાણીએ.
થઈ શકે છે ગંભીર પરેશાનીઓ
આપણી બગડેલી લાઈફસ્ટાઈલ, હાર્મોંસનુ અસંતુલિત થવુ, જમવાનો સમય નક્કી ન હોવો વગેર પણ અનિયમિત ભૂખ લાગવાનુ કારણ છે. હેલ્થ એક્સપર્ટ કહે છે કે જો તમારે સ્વસ્થ રહેવુ છે તો જેટલી ભૂખ તમે અનુભવી રહ્યા છો તેનાથી તમારે ઓછુ ભોજન કરવુ જોઈએ. પણ જો તમે પેટ ભર્યા પછી પણ ખાતા રહેશો તો તમને અનેક પરેશાનીઓ થઈ શકે છે. તેનાથી તમારુ વજન ઝડપથી વધશે, તમારા શરીરમાં વધારાનુ ફેટ અને કોલેસ્ટ્રોલ જમા થશે. આ બધુ પોતાની સાથે તમને અન્ય બીમારીઓ પણ લઈને આવશે.
આ છે વધુ ભૂખ લાગવાના કારણ
જો તમે ભોજન કર્યા પછી પણ ભૂખ અનુભવી રહ્યા છો તો તેના આ કારણ હોઈ શકે છે.
1. પોષક તત્વોની કમી - આહારમાં પોષક તત્વોની કમીને કારણે તમને ભોજન કર્યા પછી પણ ભૂખનો અહેસાસ થઈ શકેછે. ઉલ્લેખનીય છે કે આહારમાં સામેલ ફાઈબર અને પ્રોટીન બંને તમારા પેટને લાંબા સમય સુધી ભરેલા રાખે છે. આ તૃપ્તિનો ભાવ વધારે છે. જ્યારે તમારા ભોજનમાં તેની કમી રહેશે તો તમને ભૂખનો અહેસાસ થશે. તેથી તમારા આહારમાં હાઈ ફાઈબર અને પ્રોટીનને સામેલ કરો.
2. ભૂખ અને તરસ વચ્ચે કન્ફ્યુઝ ન થશો
કેટલાક લોકો ભૂખ અને તરસ વચ્ચે કંફ્યુઝ થઈ જાય છે. તરસ શાંત કરવા માટે કશુ ખાવાની કોશિશ કરે છે. પણ આવુ કરવુ યોગ્ય નથી. ઉલ્ટુ જ્યારે તમે ભૂખ અનુભવો છો ત્યારે તમે થોડુ પાણી પીને તેને શાંત કરી શકો છો. તેનાથી તમારુ શરીર હાઈડ્રેટ રહેશે અને તમે વધારાની કેલોરીના સેવનથી પણ બચી જશો.
3. ખાવાની સ્પીડ છે મહત્વપૂર્ણ
તમારા ખાવાની ગતિ અને પેટ ભરવાના અહેસાસમાં ઉંડો સંબંધ છે. વિશેષજ્ઞો મુજબ ખોરાક હંમેશા સારી રીતે ચાવીને ખાવો જોઈએ. તેનાથી તમે ભોજનનો પુરો આનંદ લઈ શકશો. તમારુ પાચન તંત્ર ઠીક રહેશે અને ઓછુ ભોજન કરવાથી તમારુ પેટ પણ જલ્દી ભરાશે. બીજી બાજુ જ્યારે તમે જલ્દી-જલ્દી ભોજન કરો છો તો તમને પેટ ભરવાનો અહેસાસ થતો નથી અને તમે વધુ ભોજન કરો તેથી તમે વધુ ખોરાક ખાવ છો. તેને પચાવવા માટે તમારા પેટને પણ ડબલ મહેનત કરવી પડે છે.
4. વધારે વર્કઆઉટ પણ છે કારણ
જ્યારે તમે વધુ વર્કઆઉટ કરો છો તો શરીરને વધુ કેલોરીની જરૂર પડી શકે છે. આવુ થવુ નેચરલ છે. આવામાં તમે હંમેશા હાઈ ફાઈબર અને પ્રોટીન રિચ ફુડનુ સેવન કરો. તેનાથી તમારુ પેટ જલ્દી અને મોડે સુધી ભરેલુ રહેશે.
5. હાઈ બ્લડ શુગર તરફ ઈશારો
વધુ ભૂખ લાગવી ડાયાબિટીઝ અને પ્રી ડાયાબિટીજની તરફ ઈશારો હોઈ શકે છે. જ્યારે શરીરમાં બ્લડ શુગરનુ સંતુલન બગડે છે તો તે તમારી ભૂખને પ્રભાવિત કરે છે. આવી સ્થિતિમાં સમયસર તપાસ કરાવવી જરૂરી છે.
આ નાની ટેવ સારી અસર બતાવશે
- તમારી લાઈફસ્ટાઈલમાં થોડા સહેલા નાના-નાના ફેરફાર કરીને તમે તમારી ડાયેટને કંટ્રોલ કરી શકો છો.
- દિવસની શરૂઆત હાઈ ફાઈબર અને પ્રોટીનવાળા નાસ્તાથી કરો
- લંચ હંમેશા ફિક્સ ટાઈમ પર કરો.
- ભોજન હંમેશા સારી રીતે ચાવીને કરો
- ભોજન કરતી વખતે ટીવી, મોબાઈલ વગેરે સ્ક્રીનથી દૂર રહો
- પૂરતી ઉંઘ લો ટેંશન ઓછુ કરો
- હંમેશા નાની પ્લેટમાં ભોજન કરો તેનાથી તમે ઓછુ ખાશો