દૂધ આપણા સ્વાસ્થ્ય માટે કેટલું લાભકારી છે એ તો આપણે બધા જાણીએ છીએ. દૂધ પીવાથી આપણે માત્ર ફ્રેશ જ નથી અનુભવતા પરંતુ તેનાથી આપણને ઘણા ફાયદા પણ થાય છે. દૂધ પીવાથી હાડકાં મજબૂત થાય છે અને શરીરમાં એનર્જીથી ભરપૂર રહે છે. પરંતુ શું તમે જાણો છો કે જો દૂધને જો તજ નાખીને પીવામાં આવે તો તેના ફાયદા બમણા થઈ જાય છે. તજમાં વિટામિન એ, આયરન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ જોવા મળે છે. તેથી, જ્યારે આને મિક્સ કરીને પીવામાં આવે તો બોડીમાં અનેક ચમત્કારિક લાભ મળે છે. ચાલો આજે અમે તમને બાતાવીએ કે દૂધમાં તજ નાખીને પીવાના  ફાયદા શું છે?
	 
	દૂધમાં તજ ભેળવીને પીવાથી થશે આ સ્વાસ્થ્ય લાભ
	 
	 
	- રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે: તજ અને મધ મિક્સ કરીને દૂધ પીવાથી તમારી નબળી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે. દૂધ, તજ અને મધ, ત્રણેય પોષક તત્ત્વોના અપાર ભંડાર છે.
	 
	- પાચનમાં સુધારોઃ તજ અને મધ મિક્સ કરીને દૂધ પીવાથી પાચનક્રિયા સુધરે છે. જે લોકો પેટ સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેઓએ દરરોજ એલચી, તજ અને મધ મિક્સ કરીને દૂધ પીવું જોઈએ. દરરોજ સૂતા પહેલા ગરમ દૂધમાં તજ અને મધ મિક્સ કરીને પીવાથી ગેસ, કબજિયાત અને એસિડિટીથી રાહત મળે છે.