ચોમાસામાં હાઈજીન અને ખાનપાનનુ આ રીતે રાખશો ધ્યાન તો બિલકુલ નહી પડો બીમાર

Webdunia
શુક્રવાર, 2 ઑગસ્ટ 2019 (11:31 IST)
ચોમાસાને જોવુ અને તેમા પલળવુ દરેકને ગમતુ હોય છે. પણ પરેશાની ત્યારે આવે છે જ્યારે થોડીક બેદરકારી તમને બીમાર બનાવી દે છે. તેથી જરૂરી છે કે મોનસૂનમાં થનારી પરેશાનીઓ અને બીમારીઓથી દૂર રહેવા માટે કેટલીક જરૂરી સાવધાનીઓ રાખવામા આવે.  વરસાદમાં હાઈજીન એટલે કે સફાઈનુ વિશેષ ધ્યાન રાખો. આ ટિપ્સ ફોલો કરો 
હાથની સફાઈ - જેટલી પણ પ્રોબ્લેમ્સ સ્ટાર્ટ થાય છે તે હાથની ગંદકીથી શરૂ થાય છે. તેથી કશુ પણ ખાતા પહેલા હાથ ધોઈ લો. હાથ ધોયા વગર કોઈપણ વસ્તુ ટચ ન કરો. અહી સુધી કે વાળ અને તમારી સ્કિનને પણ નહી.  જો નખ વધારવાના શોખીન છો તો ચોમાસાની ઋતુમાં તો તેને નાના જ રાખો. 
 
ભીના કપડા તરત જ ઉતારો - જો તમે વરસાદમાં પલડી ગયા છો તો જેટલુ જલ્દી શક્ય હોય તેટલુ જલ્દી ડ્રાય અને સ્વચ્છ કપડા પહેરી લો. ખાસ કરીને ભીના અંડરગારમેંટસ પહેરવાથી ફંગસ ઈંફેક્શનનો ખતરો રહે છે.  તેથી વરસાદની ઋતુમાં જૂતા, મોજા અને ઈનરવેયર હંમેશા સૂકા રાખો. 
 
પગની ક્લીનિંગ - વરસાદની ઋતુમાં પગ સૌથી વધુ પાણીથી પલળે છે. તેથી  ફંગલ ઈંફેક્શનનો ચાંસ વધુ રહે છે તેથી.. 
- પગની સફાઈ માટે એંટિસેપ્ટિકનો ઉપયોગ કરો 
- ભીના થઈ ગયેલા મોજા તરત જ બદલી નાખો 
- પગને ડીપ ક્લીન કરવા માટે સમય સમય પર પેડીક્યોર કરાવો 
- ઉઘાડા પગે બિલકુલ ન ચાલશો 
- ખુલ્લા  જૂતા કે પછી ચપ્પલ પહેરો જે સહેલાઈથી સૂકાય જાય 
- અઠવાડિયામાં એક વાર જૂતાને થોડીવાર તાપમાં મુકો જેથી તેમા રહેલા બેક્ટેરિયા ખતમ થઈ જાય 
સ્કિન અને વાળનુ રાખો ધ્યાન -  વરસાદની ઋતુમાં સ્કિનને હેલ્ધી રાખવા માટે બે દિવસમાં બે વાર સાબુ લગાવીને ન્હાવુ જોઈએ.  એકબીજાના ટોવેલ અને કપડાનો પ્રયોગ ન કરો.  સ્કિન પર પરસેવો ન રહેવા દો. તેને કોઈ સ્વચ્છ કપડાથી લૂછતા રહો. નહી તો ફંગલ ઈફ્કેશન થવાનો ખતરો બન્યો રહે છે.  તેનાથી બચવા માટે ડિયોડ્રેટ કે પાવડર યૂઝ કરો. વરસાદની ઋતુમાં વાળ પણ વધુ ખરે છે. તેથી માઈલ્ડ શેમ્પુ યુઝ કરો.  જો વાળમાં ડૈડ્રફ શૈપૂ યૂઝ કરો પણ વીકમાં ફક્ત એક વખત. વાળની ટોનને જોતા કોઈ સારુ  નેચરલ કંડિશનર લગાવવાનુ ન ભૂલશો.
 
ઘરને ક્લિન રાખો - ઘરની આસપાસ પાણી ન જમા થવા દો. આવુ કરવાથી મચ્છર અને બીજા કીટાણુ પૈદા નહી થાય   ઘરને ભેજથી બચાવવા માટે જ્યા લીકેજ થઈ રહ્યુ હોય તેને તરત ઠીક કરાવો. અનેકવાર દીવાલોમાં નમી થવાથી ઘરમાં કીડા થઈ જાય છે. ઘરની દરેક એંટ્રેસ ગેટ પર ફ્લોર મેટ લવાવો. તેનાથી કીચડ ઘરની અંદર પ્રવેશ નહી કરે.  માનસૂનમાં રસોડાને સ્મેલથી બચાવવા માટે રોજ સ્પ્રે કરો. રસોડામાં કીડીઓ ન આવે એ માટે સોડાથી બે ત્રણ વાર વાઈપ કરો. રાત્રે પેસ્ટિસાઈડ્સ નાખો. જેનાથી કૉકરોચ ઘરની અંદર સ્થાન નહી બનાવી શકે. 
 
બાળકો માટે ઈનડોર ગેમ્સ - ચોમાસામાં પલળવાનો ભય વધુ રહે છે.  તેથી બાળકોને ઈનહાઉસ ગેમ્સ રવાનુ કહો. તેમને ફુલ બાંયના કપડા પહેરાવો જેથી મચ્છર ન કરડે. 
હેલ્ધી ડાયેટ - ચોમાસમાં કડવા અને નમકીન ટેસ્ટવાળી વસ્તુઓનુ સેવન ન કરો 
- ચોખા, છાશ, પાતળુ દહી, દૂધ, કારેલા, જીરુ, આદુ અને કાચી ડુંગળીનુ સેવન કરી શકો છો 
- લીંબુ, આલુ, ઓરેંજ, આમળા, જામફળ વગેરે વિટામિનથી પણ ભરપૂર વસ્તુઓ ખાવ. 
 
વરસાદમાં શુ ન ખાવુ 
- પાનવાળા શાકભાજી ન ખાશો. તેમા સેલ્યુલોઝ હોય છે જે સારી રીતે ડાયજેસ્ટ થતા નથી 
-  સ્ટ્રીટ ફુડ અને ફાસ્ટ ફુડ બિલકુલ ન ખાશો 
- કાપેલા અને ખુલ્લા મુકેલા ફળ ન ખાશો 
- વધારે મીઠાવાળા ફુડ કે ખાટી વસ્તુઓ ન ખાશો
- તળેલુ એવોઈડ કરો 
 

સંબંધિત સમાચાર

Next Article