Health Tips- તૂટતા ખરતા વાળથી પરેશાન છો તો દરરોજ પીવો જાસૂદની ચા- જાણો બીજા ઘણા ફાયદા

Webdunia
રવિવાર, 13 જૂન 2021 (12:30 IST)
Hibiscus Tea- ગ્રીન, બ્લેક, લેમન અને જિંજર ટીનો સ્વાદ તો તમે ઘણી વાર ચખ્યુ હશે. પણ શું તમે ક્યારે સુંદર જાસૂદથી બનેલી ચાનો મજો લીધું છે. જાસૂદની ચા એક હર્બલ ટી છે. પ્રાકૃતિક રૂપથી કેલોરી અને કેફીન મુક્ત હોય છે અને તેમાં એંટી ઑક્સીડેટસ ગુણ હોય છે. આ ચાની ચુસ્કી ન માત્ર વ્યક્તિની થાક દૂર કરે છે પણ તેની ત્વચામાં નિખાર લાવે છે. જાસૂદની ચા પીવાથી એવા જ કેટલાક શાનદાર ફાયદા વિશે... 
જાસૂદની ચા પીવાના ફાયદા 
રક્તચાપ 
હાઈ બ્લ્ડ પ્રેશરથી પીડિત લોકો માટે જાસૂદની ચાનો સેવન કરવો ખૂબ ફાયદાકારી હોઈ શકે છે. જાસૂદની ચા બ્લ્ડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. 
 
જાડાપણુ 
જાડાપણથી પરેશાન લોકો આ ચાનો સેવન જરૂર કરવુ. જાસૂદની ચા પીવાથી બૉડી વેટ, બૉડી ફેટ અને બોડી માસ ઈંડેક્સમાં કમી આવે છે. જેનાથી વજનને સરળતાથી ઓછું કરી શકાય છે. 
 
વાળનો ખરવું 
વાળની દરેક પ્રકારની સમસ્યા માટે જાસૂદની ચા ખૂબ ફાયદાકારી ગણાય છે. તેના સેવન કરવાથી વાળનો ખરવુ ઓછું હોય છે. સાથે જ વાળની ગુમાવેલ ચમક પણ પરત આવે છે. 
 
ઈંફેક્શન 
જાસૂદની ચા હર્બલ ટી હોવાના કારણે શરીરના ઘણા પ્રકારના બેક્ટીરિયા, ફંગલ અને પેરાસાઈટથી રક્ષા કરે છે. જાસૂદની ચાના સેવન કરવાથી વ્યક્તિ બેક્ટીરિયલ અને વાયરલ ઈંફેકશનથી બચી રહી શકે છે. 
 
તણાવ 
જાસૂદના ફૂલમાં એંટી ઓક્સીડેંટ હોય છે જે તનાવ અને થાકથી રાહત અપાવવામાં મદદ કરી શકે છે. 

સંબંધિત સમાચાર

Next Article