રોજ બદામ ખાવાથી ડાયાબિટીઝન જેવા રોગોનુ રિસ્ક ઓછુ થાય

Webdunia
શનિવાર, 9 સપ્ટેમ્બર 2023 (17:36 IST)
Almond Benefits- બદામનુ સેવન ફક્ત મગજ માટે જ જરૂરી નથી પણ આરોગ્યની દ્રષ્ટિએ પણ બદામ ખૂબ જ ફાયદાકારી છે.  એક અભ્યાસ મુજબ બદામનું નિયમિત સેવન કરવાથી ડાયાબિટીસ બ્‍લડ પ્રેશર તથા હૃદયરોગ સંબંધી રોગોના ખતરાને ઓછા કરવા અને વજન ઘટાડવામાં ઘણી મદદ મળી રહે છે.

સૈન ડિયાગોમાં ચાલી રહેલ અમેરિકન સોસાયટી ઓફ ન્યૂટ્રિશન સાયંટિફિક સેશંસમાં રજૂ થયેલ છ અભ્યાસોમાં એવુ માનવામાં આવ્યુ છે કે બદામ પોષણનું પાવરહાઉસ છે. આમાં પ્રોટીન, વિટામિન, ફાઇબર, પોટેશિયમ, મેગનીંજ, મેગ્નેશિયમ જેવા અનેક પોષક તત્‍વો હોય છે. જે સંપૂર્ણ કોલેસ્‍ટ્રોલ ફ્રી છે. ભોજન દરમિયાન ભૂખ લાગવાથી બદામ ખાઇ શકાય છે.

બદામ ગર્ભવતી મહિલાઓ, મોટા થઇ રહેલા બાળકો અને વૃદ્ધો માટે ઘણી જ ઉપયોગી છે. એબીસીના સુદર્શન મજૂમદારે જણાવ્‍યું કે અમેરિકાના કેલિફોર્નિયા વિશ્વ ૮૪% બદામનું ઉત્‍પાદન કરે છે, પરંતુ ૭૦% બીજા દેશોમાં નિકાસ કરે છે. ભારત કેલિફોર્નિયા બદામનું ૫.૪% નિકાસ બજાર છે.
 
 
નિષ્ણાતોનુ માનવુ છે કે નિયમિત રૂપે બદામનું સેવન કરવાથી રક્તમાં ગ્લુકોઝનુ સ્તર નિયંત્રિત રહે છે જેમા ડાયાબિટીઝન જેવા રોગોનુ રિસ્ક ઓછુ થાય છે.  
 
એટલુ જ નહી બદામમાં રહેલ ફ્લૈવોનોયડ્સ ત્વચાને લાંબા સમય સુધી યુવા બનાવી રાખે છે. 
 
ડોક્ટરોના જણાવ્યા મુજબ બદામમાં એટલા વધુ પોષક તત્વો છે કે તેને ખોરાકનો એક મહત્વનો ભાગ માનવામાં આવે તો તેમા કંઈ ખોટુ નથી. આ ભોજનની ગુણવત્તાને વધારવા માટે મહત્વપૂર્ણ છે. 
 
ગર્ભાવસ્થા દરમિયાન આનુ સેવન ખૂબ જ ફાયદાકારી છે. 

Edited By-Monica Sahu 

સંબંધિત સમાચાર

Next Article