Diabetes Homemade Treatment: દવાઓ વગર પણ કંટ્રોલ થઈ શકે છે શુગર, ડાયાબિટીસના દર્દી જરૂર કરે આ ઘરેલુ ઉપાય

Webdunia
મંગળવાર, 5 જુલાઈ 2022 (13:01 IST)
Diabetes Homemade Treatment: બ્લડ શુગર વધી જાય તો કેટલાક દર્દીઓને આખી જીંદગી દવાઓ પર નિર્ભર રહેવુ પડે છે. પણ શુ તમે જાણો છો કે કેટલાક ઘરેલુ ઉપાય અપનાવીને તમે ડાયાબિટીઝના દર્દીની શુગર કંટ્રોલ કરી શકો છો.  ઉલ્લેખનીય છે કે ખાન-પાન અને બદલતી લાઈફસ્ટાઈલના કારણે  મોટાભાગના લોકોને આ પ્રકારની સમસ્યા થાય છે. તો આવો જાણીએ એવા કયા ઘરેલુ ઉપાય છે જેને અપનાવીને તમે તેને કંટ્રોક કરી શકો  છો. 
 
1. બેસનની રોટલી દ્વારા મળશે ફાયદો 
ખૂબ ઓછા લોકો જાણે છે કે બેસનની રોટલીથી પણ તમને ફાયદો મળશે. ઉલ્લેખનીય છે કે તેના સેવનથી બ્લડ શુગરને કંટ્રોલ કરી શકાય છે. તો તમે તમારી ડાયેટમાં આ લોટની રોટલી ખાવ.  આ ઉપરાંત ગંભીર દર્દી એકવાર પોતાના ડોક્ટરની સલાહ જરૂર લે. 
 
2. ખાલી પેટ પીવો તુલસીનો રસ 
શુ તમે જાણો છો કે સવારે ખાલી પેટ તુલસીનો રસ પીવાથી પણ તમને આરામ મળી શકે છે.  જો કે નિયમિત રૂપે તમારે આ રસનુ સેવન કરવુ પડશે.  ત્યારે તમારુ બ્લડ શુગર કંટ્રોલમાં આવશે. 
 
3. જાંબુને આ રીતે ખાવ 
જાંબુ ગરમીમાં તમને સારી માત્રામાં મળી જશે. તેને ખાવાથી તમારુ બ્લડ શુગર કંટ્રોલ થઈ શકે છે. જો કે આ ખૂબ મેટર કરે છે કે તમે તેને કેવી રીતે ખાઈ રહ્યા છો. તમે જો તેને સંચળ સાથે ખાશો તો તમારુ બ્લડ શુગર કંટ્રોલમાં આવી શકે છે. 
 

સંબંધિત સમાચાર

Next Article