High Blood Sugar Control : સરગવાના પાનથી ડાયાબિટીસ કરો કંટ્રોલ, જાણો કેવી રીતે કરશો સેવન

મંગળવાર, 28 જૂન 2022 (16:45 IST)
High Blood Sugar Control: આજના સમયમાં કદાચ જ કોઈ ઘર એવુ હશે જ્યા બીમારીએ પોતાનો કબજો ન કર્યો હોય. નાની હોય કે મોટી બીમારી દરેક ઘરમાં જોવા મળી જાય છે. આવામાં હવે ડાયાબિટીજ પણ ખૂબ જ સામાન્ય બીમારી થતી જઈ રહી છે. જો કે તેને હળવામાં બિલકુલ ન લેશો. આજના સમયમાં દરેક બીજો વ્યક્તિ આ બીમારીનો સામનો કરી રહ્યો છે. તેનુ સૌથી મોટુ કારણ આપણી બગડતી લાઈફ સ્ટાઈલ છે.  ન તો ઠીક રીતે ખાવુ, ના તો યોગ્ય ભોજનનુ સેવન કરવુ અ અબધી વસ્તુઓ આપણને બીમારી તરફ લઈ જાય છે. 
 
એવું કહેવાય છે કે ડાયાબિટીસ કંટ્રોલ કરવા જેટલા ઘરેલું ઉપચાર કરવામાં આવે તેટલુ સારું છે. આજે અમે તમને જણાવીશું કે સરગવાના પાનથી ડાયાબિટીસને કેવી રીતે નિયંત્રિત કરી શકાય છે? તેના ફાયદા શું છે અને તેનું સેવન કેવી રીતે કરવું જોઈએ.
 
સરગવાના પાન આયુર્વેદિક ગુણોથી ભરપૂર માનવામાં આવે છે. લાંબા સમયથી તેનો ઉપયોગ દવાઓમાં પણ થઈ રહ્યો છે. સરગવાના પાનમાં 40 થી વધુ એન્ટીઑકિસડન્ટો મળી આવે છે. તેનું સેવન કરવાથી એસ્કોર્બિક એસિડ, ફોલિક અને ફિનોલિક મળે છે. ડ્રમસ્ટિકના પાંદડામાં પણ પોટેશિયમ વધુ માત્રામાં જોવા મળે છે.
 
 સરગવાના પાન  ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ખૂબ જ ફાયદાકારક છે. સરગવાના પાનને વાટીને હાથ વડે સારી રીતે નીચોડી લો અને સવારે ખાલી પેટ તેનું સેવન કરો. આનાથી ડાયાબિટીસમાં ઘણો ફાયદો થશે.
 
સરગવાના પાનનું સેવન કેવી રીતે કરવું
 
સરગવાના પાન  મોટે ભાગે સૂકવવામાં આવે છે અને ઉપયોગમાં લેવાય છે. એવું માનવામાં આવે છે કે તેને તડકામાં સૂકવીને તેનો પાવડર બનાવીને ઉપયોગ કરવાથી અનેક રોગોમાં ફાયદો થાય છે. સવારે ખાલી પેટે એક ગ્લાસમાં સરગવાના પાનનો પાઉડર ભેળવીને પીવાથી પણ હૃદય સંબંધી સમસ્યાઓ ઓછી થાય છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર