Monsoon Health Tips - વરસાદમાં ભૂલથી પણ ન ખાશો આ વસ્તુઓ, નહી તો પેટમાં થશે દુ:ખાવો

શુક્રવાર, 7 જુલાઈ 2023 (18:05 IST)
Monsoon Health Tips - વરસાદની ઋતુ દઝાડનારી ગરમીથી રાહત અપાવે છે. પણ સાથે જ કમજોર પાચન, એલર્જી અને ખાવાથી થનારી બીમારીઓનુ કારણ પણ બને છે. મોસમમાં ઠંડક આપણી પાકન ક્રિયાને કમજોર બનાવે છે. જેનાથી પેટ ખરાબ થવાનો ખતરો વધી જાય છે. આવો જાણીએ કે આ ઋતુમાં શુ ખાવુ જોઈએ અને શુ ન ખાવુ જોઈએ. 
 
વરસાદની ઋતુમાં સ્વસ્થ રહેવા માટેની ટિપ્સ 
 
- હેવી ખોરાક ન ખાશો. ભલે તે કેટલો પણ આકર્ષક કેમ ન હોય. વરસાદની ઋતુ આપણી પાચન ક્રિયાને ધીમુ કરી દે છે.  જ એને કારણે બ્લોટિંગ, ગેસ, એસિડિટી વગેરે થાય છે. 
- વરસાદની ઋતુમાં પાણી પુરી, ભેલ ચાટ વગેરે ખાવાનુ મન કરે છે પણ બહાર મળનારા આ ફુડ્સને કારણે પેટમાં ઈંફેક્શન થઈ શકે છે. 
- બહારનુ પાણી પણ ન પીવો. 
- સોફ્ટ ડ્રિંક્સ ન પીવો કારણ કે આ પહેલાથી જ કમજોર પાચનની મુશ્કેલીઓ વધારવાનુ કામ કરે છે. 
- દૂધ જેવા ડેયરી પ્રોડક્ટને પણ ન લો. કારણ કે આ હેવી હોય છે અને તેને પચાવવા મુશ્કેલ હોય છે. 
-  વરસાદની ઋતુમાં સી-ફૂડના સેવનથી પણ બચવુ  જોઈએ. 
- ઘરમાં બનેલો તાજા ફળોનુ જ્યુસ હંમેશા રિફ્રેશિંગ લાગે છે પણ રસ્તા પર આવેલી દુકાનોમાં મળનારા જ્યુસ ન લેશો. સામાન્ય રીતે આ લોકો ફળોને પહેલાથી જ કાપીને મુકે છે જે દૂષિત થઈ શકે છે. 
- બધા શાક હેલ્ધી હોય છે પરંતુ આ ઋતુમાં પત્તેદાર શાક ખાવાથી બચો. કારણ કે ભેજવાળી ઋતુમાં તેમા સહેલાઈથી જંતુઓ ઉત્પન્ન થાય છે. 
 
પાલક- વરસાદના દિવસોમાં તેના પર ઝીણા કીડા પડી જાય છે તેથી પાલકનું સેવન ન કરવું જોઈએ.
કોબીજ- કોબીજમાં અંદર સુધી મિનિટ જંતુઓ હોય છે. તેનું સેવન કરવાનું ટાળો...
રીંગણ- જો વરસાદ દરમિયાન રીંગણના છોડ પર જંતુઓ હુમલો કરે તો 70 ટકા સુધી રીંગણનો નાશ થાય છે.
ટામેટા- વરસાદની સિઝનમાં ટામેટાંનું સેવન કરવાથી ત્વચા સંબંધિત બીમારીઓ થઈ શકે છે.
મશરૂમ્સ- વરસાદમાં મશરૂમ શરીર માટે અત્યંત નુકસાનકારક સાબિત થઈ શકે છે.
વરસાતના મૌસમમાં બહારની વસ્તુઓ ખાવાથી પરહેજ કરવું જોઈએ.
બધા શાક હેલ્ધી હોય છે પરંતુ આ ઋતુમાં પત્તેદાર શાક ખાવાથી બચો
ચોમાસમાં 5 શાકભાજી ટાળવા જોઈએ
શુ ખાવુ જોઈએ ?
 
- સંયમથી ખાવ, સાધારણ ખાદ્ય પદાર્થોનુ સેવન કરો જે સહેલાઈથી પચી શકે અને પેટના અનુકૂળ હોય. 
- કેમોમાઈલ ટી, ગ્રીન ટી કે આદુ-લીંબુની ચા જેવી ઘણી બધી હર્બલ ચા પીવો.  જે પાચનમાં સુધાર કરવામાં મદદ કરી શકે છે અને પ્રતિરક્ષાને પણ વધારી શકે છે. 
- પ્રોબાયોટિક્સનુ સેવન વધારો ,  વધુથી વધુ દહી, છાશ, કેફિર,  કમબૂચા વગેરેનુ સેવન કરો. આ વસ્તુઓ તમારા પાચનને સરળ બનાવીને સ્વસ્થ રાખવાનુ કામ કરે છે. 
- સાધારણ ખોરાક રાંધો જે તમારા પેટ માટે ભારે ન હોય 
- ઘણુ બધુ પાણી પીએવો જેથી શરીરમાંથી ટૉક્સિંસ બહાર નીકળી જાય
- કારેલા,  દૂધી, કોળુ,  મેથીના દાણા,  લીમડો જેવી વસ્તુઓ ખાવ. જેનાથી પાચન ક્રિયા મજબૂત રહેશે.  આ તમારી ઈમ્યુનિટીને વધારવાનુ પણ કામ કરે છે. 
- કાચા શાક ખાવાને બદલે બાફેલા શાક ખાવ. તેનાથી તમે પેટના ઈફ્કેશનથી બચશો. 
- ખાંડનુ સેવન ઓછુ કરો કારણ કે તેનાથી સોજા વધે છે અને શરીરમાં બેક્ટેરિયાને પ્રોત્સાહન મળે છે. 

Edited By-Monica Sahu 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર