એક પાકેલા કેળાને છાલ સાથે ઉભો કાપી તેમાં ,એક નાની ચમચી કે બે ગ્રામ કાળી મરી(બારીક કપડાંથી ચાળેલી) ભરી દો .પછી તેને છોલ્યા વગર જ તેને કેળાના પાનમાં સારી રીતે લપેટીને દોરાથી બાંધીએ 2-3 કલાક માટે મુકી દો. પછી કેળાના પાન સાથે તેને ભઠ્ઠીમાં શેકો એવી રીતે શેકો ઉપરનું પાંદળું બળે.
ઠંડુ કરી કેળાનું છાલ કાઢીને કેળુ ખાઈ લો. રોજ સવારે કેળામાં કાળા મરીનો પાવડર ભરો અને સાંજે પકવો. 15-20 દિવસ આ રીતે કરવાથી લાભ થશે.
કેળાના પાનને સુકવી કોઈ મોટા વાસણમાં સળગાવી લો. પછી કપડાથી તેને ચાળી લો અને આ કેળાની ભસ્મને એક કાંચની ચોખ્ખી શીશીમાં કે ડબ્બામાં ભરી લો.
બસ દવા તૈયાર છે.
સેવન પદ્ધતિ - એક વર્ષ જૂનો ગોળ, 3 ગ્રામ ચિકણી સોપારીના અડધાથી થોડા ઓછા વજનને 2-3 ચમચી પાણીમાં પલાળી દો. તેમાં 1/4 ભાગની દવા કેળાના પાનની ભસ્મ નાખી દો અને પાંચ દસ મિનિટ પછી લઈ લો. દિવસમાં માત્ર એક જ વાર દવા લેવાની છે ગમે ત્યારે લો.
બાળકને અસ્થમા હોય તો - અમલતાસનો પલ્પ 15 ગ્રામ,બે કપ પાણીમાં નાખી ઉકાળો ચોથા ભાગ રહેતા ગાળી લો. સૂતાં સમયે દર્દીને ગરમ -ગરમ પિવડાવું .ફેફસામાં રહેલું કફ , સંડાસ માર્ગે નિકળી જાય છે . સતત ત્રણ દિવસ લેવાથી ફેફસામાંથી જમા થયેલો કફ નીકળી ફેફડા સાફ થઈ જાય છે અને મહીના લેવાથી ક્ષય રોગ ઠીક થઈ શકે છે.