આ 5 ઉપાયોથી એક સાથે કંટ્રોલ થશે તમારુ High BP અને Cholesterol, ડોક્ટરનો આ ઉપાય બચાવી લેશે તમારો જીવ

Webdunia
ગુરુવાર, 6 જુલાઈ 2023 (15:50 IST)
high bp and cholesterol

હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ ઝડપી વધતી બીમારીઓ છે જેની ચપેટમાં કરોડો લોકો છે. આ બીમારીઓને સાઈલેંટ કિલર કહેવામાં આવે છે. કારણ કે શરૂઆતમાં તેના લક્ષણ આપણને ખબર નથી પડતા અને જ્યા સુધી આપણને ખબર પડે ત્યા સુધી ઘણુ મોડુ થઈ ચુક્યુ હોય છે. હાઈ બ્લડ પ્રેશર, જેને હાઈપરટેંશન પણ કહેવામાં આવે છે, એક એવી સ્થિતિ છે જેમા ધમનીઓની દિવાલ વિરુદ્ધ લોહેની તાકત સ્થિર રૂપથી વધુ હોય છે. 
 
આ રીતે કોલેસ્ટ્રોલ લોહીમાં જોવા મળનારુ એક વૈક્સી પદાર્થ હોય છે. એલડીએલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ ધીરે ધીરે લોહીની નસોમાં એકત્ર થઈને તેને બ્લોક કરી શકે છે કે પછી બ્લડ ફ્લો ધીમો કરી શકે છે. જેનાથી દિલનો રોગ, હાર્ટ અટેક અને સ્ટ્રોકનુ જોખમ વધી શકે છે. 
 
 ડોક્ટરોના જણાવ્યા મુજબ હાઈ બીપી અને હાઈ કોલેસ્ટ્રોલ બંને બે જુદા જુદા વિકાર છે પણ આ બંને દિલની હેલ્થ માટે ખતરનાક છે. ચાલો જાણીએ કે તમે આ વિકારોથી ખુદને કેવી રીતે બચાવી શકો છો. 
 
હાઈ બ્લડ પ્રેશરના લક્ષણો
 
માથાનો દુખાવો
હાંફ ચઢવી
આંખની સમસ્યા 
છાતીનો દુખાવો
અનિયમિત ધબકારા
થાક અને ચક્કર
ચહેરો લાલ થવો 
 
ઉચ્ચ કોલેસ્ટ્રોલના લક્ષણો
 
આંખોની આસપાસ સફેદ-પીળી રિંગ
છાતીનો દુખાવો
હાંફ ચઢવી
સ્ટ્રોક લક્ષણો
 
હાઈ  BP અને કોલેસ્ટ્રોલના કારણો અને ઉપાય  
 
કોલેસ્ટ્રોલ માટેના જોખમી પરિબળોમાં ચરબીનું વધુ સેવન, આલ્કોહોલ અને ધૂમ્રપાન, કસરતનો અભાવ વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે હાઈ બીપી માટેના જોખમી પરિબળો ઉંમર સાથે વધી શકે છે, તેમાં કૌટુંબિક ઈતિહાસ, જાડાપણુ, કસરતનો અભાવ, અનહેલ્ધી ડાયેટ અને ધૂમ્રપાન અને આલ્કોહોલનો સમાવેશ થાય છે.  
 
કોલેસ્ટ્રોલ-બીપી સારવાર અને રોકથામ 
 
હાઈ બીપી અને કોલેસ્ટ્રોલથી બચવા માટે તમારે સ્વસ્થ આહાર લેવો જોઈએ અને દરરોજ કસરત કરવી જોઈએ.  
 
- આદુની ચા, ગ્રીન ટી અને ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર વસ્તુઓનું વધુ સેવન કરો
- અખરોટ, અળસી ના બીજ અને ચિયાના બીજ ફાયદાકારક હોઈ શકે છે
-  કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરી શકે છે,
- ફાઈબરથી ભરપૂર ખોરાકનું સેવન વધારવું
- દરરોજ કસરત અને યોગ કરવા પણ જરૂરી છે
 
ડિસ્ક્લેમર : આ લેખ ફક્ત સામાન્ય માહિતી માટે છે. તે કોઈપણ રીતે કોઈપણ દવા અથવા સારવારનો વિકલ્પ હોઈ શકે નહીં. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો.

સંબંધિત સમાચાર

Next Article