સ્પાઈસ જેટના એક વિમાનમાં તેની ઉડાન દરમિયાન ધુમાડો જોતા જ ખળભળાટ મચી ગયો હતો. દિલ્હીથી જબલપુર જઈ રહેલું પ્લેન તે સમયે 5000 ફૂટની ઉંચાઈ પર હતું. ત્યારે પ્લેનના ક્રૂએ કેબિનમાંથી ધુમાડો નીકળતો જોયો. ફ્લાઈટની અંદરથી લેવામાં આવેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સીટિંગ એરિયામાં પણ ધુમાડો ફેલાઈ ગયો હતો. મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો અને કેટલાકને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી.
સ્પાઈસજેટના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, વિમાનને સલામત રીતે દિલ્હી એરપોર્ટ પર પરત લાવવામાં આવ્યું હતું. પ્રવક્તાએ કહ્યું કે તમામ મુસાફરોને સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યા છે. પ્લેનમાં આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ અંગે વિગતવાર અહેવાલની રાહ જોવાઈ રહી છે.
નવી દિલ્હી: સ્પાઈસ જેટના એક વિમાનમાં તેની ઉડાન દરમિયાન ધુમાડો જોતા જ ખળભળાટ મચી ગયો હતો. દિલ્હીથી જબલપુર જઈ રહેલું પ્લેન તે સમયે 5000 ફૂટની ઉંચાઈ પર હતું. ત્યારે પ્લેનના ક્રૂએ કેબિનમાંથી ધુમાડો નીકળતો જોયો. ફ્લાઈટની અંદરથી લેવામાં આવેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સીટિંગ એરિયામાં પણ ધુમાડો ફેલાઈ ગયો હતો. મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો અને કેટલાકને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી.