ગ્લોબલ બજારોથી મળેલ મજબૂત સંકેતો દ્વારા આજે ભારતીય શેયર બજારની શરૂઆત વધારા સાથે થઈ. વેપારની શરૂઆતમાં સેંસેક્સ 117.99 અંક એટલે કે 0.30 ટકા વધીને 38,941.10 પર અને નિફ્ટી 18.24 અંક એટલે કે 0.16 ટક વધીને 11,601.15 પર ખુલ્યો. રોકાણકારોની નજર આજે ઔઘોગિક ઉત્પાદન અને છુટક મોંઘવારીના આંકડા પર રહેશે. જૂનની છુટક મોંઘવારીના આંકડા આજે રજુ થવાના છે. આ ઉપરાંત મોનસૂનની પ્રગતિ પર પણ નજર બનાવી રાખશો.
સ્મોલ મિડકૈપ શેરમાં વધારો
આજના વેપારમાં દિગ્ગજ શેયર સાથે સ્મોલકૈપ અને મિડકૈપ શેયરમાં વધારો જોવા મળી રહ્યો છે બીએસઈનો સ્મોલકૈપ ઈંડેક્સ 0.05 ટકા અને મિડકૈપ ઈંડેક્સ 0.06 ટકા વધીને વેપાર કરી રહ્યો છે.
બેકિંગ શેયરમાં વધારો - બેંક અને આઈટી શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. નિફ્ટીના ઓટો ઈંડેક્સમાં 0.60 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. બેંક નિફ્ટી ઈંડેક્સ 19 અંક વધીને 30736ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. બીજી બાજુ આઈટી ઈંડેક્સ 0.08 ટકાના વધારા સથે વેપાર કરી રહ્યો છે.