Sensex Today: બજેટ પહેલા શેયર બજારમાં જોરદાર તેજી, સેંસેક્સ 40 હજાર પાર નિફ્ટી 11,950 ઉપર

શુક્રવાર, 5 જુલાઈ 2019 (10:49 IST)
શુક્રવારે બજેટ પહેલા શરૂઆતી વેપારમાં શેયર બજારમાં મજબૂતી સાથે વેપાર નોંધાયો. BSE naa 30 શેરવાળા મુખ્ય ઈંડેક્સ સેંસેક્સ  (Sensex) 82.34 પોઈંટની મજબૂતી સાથે  39,990.40
ના સતર પર ખુલ્યો તો બીજી બાજુ  NSEનો 50 શેયરવાળો મુખ્ય ઈંડેક્સ નિફ્ટી  (Nifty) 18 પોઈંટના વધારા સાથે 11,964.75ના સ્તર પર ખુલ્યો 
 
શરૂઆતી વેપારમાં સેસેક્સને મજબૂતી 
 
શરૂઆતી વેપારમાં સેંસેક્સ નિફ્ટીમાં દરેક નિશાન પરથી રિકવરી નોંધવામાં આવી. હાલ સેંસેક્સમાં લગભગ 100 પોઈંટથી વધુ મજબૂતી સાથે 40,000 ની ઉપર વેપાર થઈ રહ્યો છે. બીજી બાજુ નિફ્ટીમાં 11,950 ની ઉપર વેપર ચાલી રહ્યો છે. નિફ્ટી 4 અઠવાડિયાની ઊંચાઈ પર વેપાર કરી રહ્યુ છે. 
 
ક્યા શેરોમાં છે તેજી-મંદી 
 
શુક્રવારે શરૂઆતી વેપારમાં ઈંડિયાબુલ્સ હાઉસિંગ, જી ઈંટરટેનમેંટ, લાર્સન, ભારતી ઈંફ્રાટેલ,  કોલ ઈંડિયા, ઈંડ્સાઈંડ બેંક,  અલ્ટ્રાટેક સીમેંટ,  HUL,જીસડૅબલ્યુ સ્ટીલ, પાવર ગ્રિડ કોર્પોરેશન, આયશર મોટર્સ, UPL 
અને ડો રેડ્ડીઝ લૈબ્સમા6 મજબૂતી સાથે વેપાર નોંધવામાં આવ્યો. બીજી બાજુ વેપારની શરૂઆતમાં યસ બેંક, હિંડાલ્કો, ભારતી એયરટેલ્સ, વેદાંતા, ટાઈટન કંપની,, BPCL, IOC, ITC, હીરો મોટોકોર્પ, સિપ્લામાં કમજોરી સાથે વેપાર થયો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર