આ 6 લોકોની મદદથી તૈયાર થયુ છે દેશનુ બજેટ

ગુરુવાર, 4 જુલાઈ 2019 (18:55 IST)
નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળનુ પ્રથમ બજેટ 5 જુલાઈના રોજ રજુ થઈ રહ્યુ છે. દેશમાં પહેલીવાર એક પૂર્ણ કાલિક મહિલા નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ  રજુ કરશે.  તેમની સામે અર્થવ્યવસ્થાને ફરે ગતિ આપવાનો પડાકર છે. અંતરિમ બજેટ 2019માં મહિલાઓ માટ થોડી વધુ જાહેરાતો નહોતી થઈ પણ મહિલા નાણામંત્રીના નાતે આ વખતે મહિલાઓને બજેટથી ઘણી આશા છે. બજેટને લઈને આર્થિક મુદ્દા પર અનેક દિગ્ગ્જ અધિકારીઓએ નાણામંત્રીનો સાથ આપ્યો છે. જાણો સીતારમણની આ ટીમમાં કોણ કોણ છે સામેલ્ 
 
પ્રોફેસર કેવી સુબ્રમણ્યમ 
દેશના મુખ્ય આર્થિક સલાહકાર પ્રોફેસર કેવી સુબ્રમણ્યમે રવિવારે પોતાનુ પ્રથમ આર્થિક સર્વેક્ષણ 2019-20 રજુ કર્યુ.   તેમને 2018માં મુખ્ય સલાહકાર બનાવ્યા હતા.  બેકિંગ કોર્પોરેટ પ્રસહસન અને આર્થિક નીતિના એક્સપર્ટ માનવામાં આવે છે. સુબ્રમણ્યમે અલ્ટરનેટિવ ઈન્વેસ્ટમેંટ પૉલિસી પ્રાઈમરી માર્કેટ, સેકંડરે માર્કેટ અને રિસર્ચ પર SEBIની સ્થાયી સમિતિઓના સભ્યના રૂપમાં કામ કર્યુ છે.  એવુ બતાવાય રહ્યુ છે કે સુબ્રમણ્યમને રઘુરામ રાજને  ભણાવ્યા છે. 
 
અજય ભૂષણ પાંડેય 
 
રાજસ્વ સચિવ અજય ભૂષણ પાંડેય જ આધાર કાર્ડ પરિયોજનાને સાકાર કર્યુ હતુ.  હવે એ જોવાનુ છે કે યૂનીક આઈડેંટિફિકેશન અથોરિટીમાં કૌશલ્ય બતાવ્યા પછી રાજસ્વ મોરચે તેઓ શુ છાપ છોડશે.  ભૂષણ મહારાષ્ટ્ર કૈડરના 1984 બૈચના આઈએએસ (IAS) અધિકારી છે. તેઓ ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ (UIDAI)ના CEO પણ છે.  પાંડેય IIT-કાનપુરથી ઈલેક્ટ્રિકલ એંજિનિયરિંગ છે અને મિનેસોના યૂનિવસિટીથી કંમ્પ્યુટર સાયંસમાં PHD છે. તેમની પકડ GST પર ખૂબ મજબૂત માનવામાં આવે છે. 
 
રાજીવ કુમાર - નાણીકીય સેવા વિભાગના સચિવ રાજીવ કુમારની સાર્વજનિક બેંકોના વિલય  ફંસાયેલા કર્જ પર અંકુશ લગાવવા જેવા કાર્યમાં મહત્વની ભૂમિકા રહી છે.  તેમના ખભા પર વીમા કંપનીઓના વિલય અને સાર્વજનિક બેંકોમાં સુધારની પણ જવાબદારી છે.  રાજીવ કુમાર 1984 બૈચના ઝારખંડ કૈડરના IAS અધિકારી છે. કુમાર બિહાર, ઝારખંડ સરકાર અને કેન્દ્ર સરકારના અનેક મહત્વના મંત્રાલયો અને વિભાગોમાં કાર્યરત રહ્યા છે.  નાણાકીય સેવા સચિવ બનતા પહેલા એ વ્યય વિભાગમાં સંયુક્ત સચિવ પણ રહી ચુક્યા છે. ૝
 
અતાનુ ચક્રવર્તી 
 
રોકાણ અને સાર્વજનિક સંપત્તિ પ્રબંધન વિભાગના સચિવ અતાનૂ ચક્રવર્તીએ ગયા વર્ષે રોકાણના ટારગેટને સમ્ય પર પુર્ણ કરવામાં ખૂબ મદદ કરી. હજુ પણ સાર્વજનિક કંપનીઓની ભાગીદારી વેચવાનો એજંડા તેમની સામે છે. બજેટમાં તેમની સલાહ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.  અતાનુ ગુજરાત કાડરના 1985 બૈચના IAS અધિકારી છે. તેઓ પેટ્રોલિયમ મંત્રાલયના હાઈડ્રોકાર્બન વિભાગના મહાનિદેશક પણ રહી ચુક્યા છે. 
 
જીસી મુર્મુ 
 
ગુજરાત કાડરના આઈએએસ અધિકારી મુર્મૂ ફાઈનેંસ સર્વિસ અને રેવન્યુ ડિપાર્ટમેંટમાં પોતાની સેવાઓ આપી ચુક્યા છે. તેઓ PMO અને ગૃહ મંત્રાલયમાં સચિવ પણ રહી ચુક્યા છે. તેમની સામે પડકાર એ હતો કે પ્રધાનમંત્રીની પસંદગીની યોજનાઓ પણ પૂર્ણ રીતે આગળ વધારી અને ખર્ચ પર પણ અંકુશ રહ્યો. મુર્મુને પીએમ મોદીના ખૂબ નિકટના માનવામાં આવે છે.  તેઓ યોજનાઓને અમલમાં લાવવાના પગલા માટે જાણીતા છે. 
 
સુભાષ ગર્ગ 
 
નાણાકીય સચિવ સુભાષ ગર્ગ એક્સપર્ટ માનવામાં આવે છે. પોતાના સેવાકાળમાં તેમણે અનેક બજેટ જોયા છે.તેમણે  સુસ્ત થતી અર્થવ્યવસ્થા, ઉપભોગની અસ્તુઓની ઘટતી માંગ અને પ્રાઈવેટ ઈનવેસ્ટમેંટમાં કમી જેવા પડાકરનો પણ સામનો કર્યો છે. ગર્ગ રાજસ્થાન કૈડરના 1983ના બેચના IAS અધિકારી છે. તેઓ વિશ્વ બેંકમાં કાર્યકારી નિદેશક પણ રહી ચુક્યા છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર