ગુજરાતમાં રોજ 18916 બોટલ શરાબ ઝડપાય છે: દર કલાકે 13 ‘પીધેલા’નો કેસ નોંધાય છે
બુધવાર, 3 જુલાઈ 2019 (13:08 IST)
દેશમાં પુર્ણ દારુબંધી લાદનાર પ્રથમ રાજય તરીકે અને ગાંધીના ગુજરાત તરીકે આપણે વારંવાર ગૌરવ લઈએ છીએ તો નાણામંત્રી ત્યાં સુધી ફરિયાદ કરે છે કે દારુબંધીને કારણે ગુજરાતને દર વર્ષે રૂા.14000 કરોડની આવક ગુમાવે છે પણ કદાચ રાજય સરકાર પણ આડકતરી રીતે કબુલે છે કે દારુબંધી છતાં રાજયમાં શરાબ પીનારાની કમી નથી. વિધાનસભામાં એક લેખીત પ્રશ્ર્નના જવાબમાં રાજય સરકારે જે આંકડા રજુ કર્યા તેના પરથી એક તારણ કાઢી શકાય છે કે રાજયમાં દર કલાકે 13 વ્યક્તિઓ સામે દારુબંધીના ભંગના કેસ નોંધાય છે અને આ ઝડપ વધી રહી છે. ફકત શરાબ નહી ગુજરાત કદાચ નાર્કોટીકનું પણ કેન્દ્ર બની રહ્યું છે. રાજયએ દરરોજ 18916 બોટલ દારુ (ભારતીય બનાવટની વિદેશી બ્રાન્ડ) ઝડપાય છે. દર કલાકે 13 પીધેલા પકડાયા છે અને રાજયમાં દરરોજ 12.72 કિલો ગાંજો ઝડપાય છે. હવે સ્વતંત્ર રીતે જોઈએ તો દારુબંધી એ પોલીસ ખાતામાં ભ્રષ્ટાચારનું સૌથી મોટું સ્ત્રોત છે અને રાજયના કોઈપણ ખૂણામાં દેશી-વિદેશી બન્ને શરાબ
જોઈએ ત્યાં જોઈએ ભારે અને જોઈએ એટલો મળે છે. તેથી ગુજરાત કેટલો દારુ પીવે છે તે પણ એક રસપ્રદ અભ્યાસની બાબત છે. લીકર-શોપ-પરમીટ પર મળતા શરાબની તો વાત જ જુદી છે. ગુજરાતમાં દારુ ઘુસાડાય છે તેના રૂટ પણ નકકી છે. છતાં ઘુસી જાય છે. કારણ કે પોલીસ જે એસ્કોર્ટ કરે છે. દમણથી ગુજરાતના એન્ટ્રીપોઈન્ટ પર વલસાડ 34 કીમી છે અને અહી 18.86 લાખ બોટલ શરાબ ઝડપાય છે. નવસારી પાસેથી 8.39 લાખ બોટલ અને દાહોદ
જીલ્લામાંથી 8.12 લાખ બોટલ ઝડપાય છે તો શરાબ પીવામાં સુરત સૌથી આગળ છે તો ગાંજો ઝડપવામાં અમદાવાદ આગળ છે. 1 જુન 2017ની 31 મે 2019 સુધીમાં 1.38 કરોડ બોટલ શરાબનો ‘નાશ’ કરાયો હતો.
જો સીટી સીન જોઈએ તો રાજકોટમાં વિદેશી બ્રાન્ડની 1.57 લાખ દારુની બોટલો 2017 જૂનથી 31 મે 2019 સુધીમાં ઝડપવામાં આવી હતી. 10008 બીટર બોટલ 386 કિલો ગાંજો અને 3385 લોકોની આ તમામ અપરાધમાં ધરપકડ થઈ છે.