SBI ગ્રાહકો માટે મહત્વના સમાચાર, બેંકે FDના વ્યાજમાં કર્યો ફેરફાર, જાણો શુ છે નવા રેટ્સ

Webdunia
શનિવાર, 24 ઑગસ્ટ 2019 (11:25 IST)
ભારતીય સ્ટેટ બેંક એટલે કે (SBI)એ ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે એફડી પર વ્યાજ દરમાં ફેરફાર કર્યો છે.  જેના હેઠળ એસબીઆઈએ રિટેલ ડોમેસ્ટિક ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરમાં 0.10 ટકા ઘટાડી છે. SBI એ 2 વર્ષથી ઓછાનુ ટર્મ ડિપોઝિટ રેટ 0.10% ઘટાડીને 6.8%થી 6.7% કરી દીધુ છે. નવી દર 26 ઓગસ્ટથી લાગૂ થશે. 
 
આ પહેલા એસબીઆઈએ 1 ઓગસ્ટ, 2019થી નવા વ્યાજ દર લાગૂ કર્યા હતા. શોર્ટ ટર્મની 179 દિવસની એફડી પર વ્યાજ દરમાં 0.5 થી 0.75 ટકાની કપાત કરવામાં આવી છે. આ જ રીતે લૉન્ગ ટર્મ ફિક્સ્ડ ડિપોઝિટ પર રીટેલ સેગમેંટમાં વ્યાજદરમાં 0.20 અને બલ્ક સેગમેંટમા* 0.35 ટકાનો કપાત કરવામાં આવ્યો છે. દેશના આ સૌથી મોટા બેંકને બે કરોડ રૂપિયા અને તેની ઉપરની ડિપોઝિટ પર પણ વ્યાજ દરમાં કપાત કર્યો છે. 

સંબંધિત સમાચાર

Next Article