કોવિડ -19 થી પ્રભાવિત અર્થવ્યવસ્થાને સહારો આપવા માટે નરમ મૌદ્રિક નીતિ કાયમ રાખવાનો વિશ્વાસ આપતા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ શુક્રવારે પોતાનો પોલીસી રેટ રેપો રેટને 4% ના વર્તમાન સ્તર પર સ્થિર રાખ્યો છે.
આરબીઆઈએ કોવિડ-19ની બીજી લહેર અને તેનો સામનો કરવા માટે રાજ્યોમાં લગાવેલ લોકડાઉન અને કરફ્યુ વચ્ચે ચાલુ નાણકીય વર્ષ 2021-22ની આર્થિક વૃદ્ધિનો પોતાના અનુમાન પહેલાના 10.5 ટકાથી ઘટાડીને 9.5 ટકા કરી નાખ્યો.
આ સતત છઠ્ઠી સમીક્ષા છે જેમાં કેન્દ્રીય બેંકે તેના એક દિવસીય ઉધારનો વ્યાજ દર- રેપો રેટ (જે 4 ટકા છે)અને રિવર્સ રેપો રેટ (જે 3.35 ટકા છે) તેમાં કોઈ ફેરફાર કર્યો નથી
રેપો દર એ દર હોય છે જેના પર રિઝર્વ બેંક બીજા વાણિજ્યક બેંકો (કોમર્શિયલ બેંક)ને અલ્પ સમય માટે રોકડ કે કર્જ ઉપલબ્ધ કરાવે છે.
આરબીઆઈની મૌદ્રિક નીતિ સમિતિની ત્રણ દિવસીય સમીક્ષા બેઠક પછી રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે કહ્યું કે મુખ્ય વ્યાજ દર યથાવત રાખવામાં આવ્યા છે અને આર્થિક વિકાસને વેગ આપવા માટે નાણાકીય નીતિમાં નરમ વલણ કાયમ રહેશે.
તેમણે કહ્યું કે રિઝર્વ બેંકે ચાલુ નાણાકીય વર્ષમાં આર્થિક વિકાસની આગાહીને 10.5 ટકાથી ઘટાડીને 9.5 ટકા કરી દીધો છે. દાસે કહ્યું કે સામાન્ય ચોમાસુ સામાન્ય રહેવાથી આર્થિક વિકાસમાં મદદ મળશે.
શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે પહેલી ત્રિમાસિકમાં અર્થવ્યવસ્થામાં 18.5 ટકા, બીજી ત્રિમાસિકમાં 7,9 ટકા, ત્રીજી ત્રિમાસિકમાં 7.2 ટકા અને ચોથી ત્રિમાસિકમાં 6.6 ટકાબા દરથી વૃદ્ધિ થઈ શકે છે.