પેટ્રોલ અને ડીઝલની કિમંતોમાં છેલ્લા થોડાક દિવસોથી ઉછાળો જોવા મળી રહ્યો છે. બીજી બાજુ આજે પણ દેશમાં પેટ્રોલ-ડીઝલની કિમંતમાં વધારો થયો છે અને એવુ પણ માનવામાં આવી રહ્યુ છે કે આવનારા સમયમાં પેટ્રોલ-ડીઝલની કિમંતો વધી શકે છે.
ઈંડિયન ઓઈલની વેબસાઈટ મુજબ 25 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 71.57 રૂપિયા પ્રતિ લીટર છે. ડીઝલની કિમંત 66.8 રૂપિયા પ્રતિ લીટર રહેશે. આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલની કિમંત સોમવારે 77.20 રૂપિયા પ્રતિ લીટર રહેશે. બીજી બાજુ ડીઝલનો ભાવ 69.97 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલના ભાવમાં લગભગ એક રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. કલકત્તામાં પેટ્રોલ 73.67 રૂપિયા રહેશે.
દેશના ચાર મહાનગરમાં પેટ્રોલ-ડીઝલના રેટ
શહેર પેટ્રોલ ડીઝલ
દિલ્હી 71.57 66.80
મુંબઈ 77.20 69.97
કલકત્તા 73.67 68.59
ચેન્નઈ 74.32 70.59
ઉલ્લેખનીય છે કે આ પહેલા અઠવાડિયામાં પેટ્રોલ-ડીઝલની કિમંતમાં સ્થિરતા બનેલી છે. સતત થઈ રહેલ વધારાને કારણે પેટ્રોલનો ભાવ દિલ્હીમાં એકવાર ફરી 71 રૂપિયાને પાર પહોંચી ગયો છે. જ્યારે કે ડીઝલનો ભાવ 66 રૂપિયા પ્રતિ લીટરના પાર પહોંચી ગયો છે.