પેટ્રોલ ડીઝલના ભાવમાં અતત વધારો ચાલુ છે. બુધવારે પેટ્રોલના ભાવ સામાન્ય ઘટ્યા પછી એકવાર ફરી પેટ્રોલના ભાવમાં વધારો જોવા મળ્યો. સમાચાર એજંસી એએનઆઈ મુજબ ગુરૂવારે દિલ્હીમાં પેટ્રોલ 14 પૈસા મોંઘુ થયુ અને ડીઝલના ભવમાં 19 પૈસા પ્રતિ લીટરનુ થઈ ગયુ તો ડીઝલના ભાવ 64.78 પૈસા પ્રતિ લીટર થઈ ગયુ. બીજી બાજુ મુંબઈમાં પેટ્રોલ 14 પૈસા પ્રતિ લીટરના વધારા સાથે 76.11 પૈસા પ્રતિ લીટર થઈ ગયુ. જ્યારે કે ડીઝલના ભાવમાં 20 પૈસાનો વધારો થયા પછી 67.82 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયુ છે.
અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમત 68.16 રૂપિયા પ્રતીલીટર તો ડીઝલની કિંમત 67.93 રૂપિયા છે. અમરેલીમાં આજે પેટ્રોલની કિંમત 68.43 રૂપિયા પ્રતીલીટર તો ડીઝલની કિંમત 68.20 રૂપિયા છે. આણંદમાં આજે પેટ્રોલની કિંમત 67.98 રૂપિયા પ્રતીલીટર તો ડીઝલની કિંમત 67.74 રૂપિયા છે. અરવલ્લીમાં આજે પેટ્રોલની કિંમત 68.90 રૂપિયા પ્રતીલીટર તો ડીઝલની કિંમત 68.66 રૂપિયા છે. ગાંધીનગરમાં આજે પેટ્રોલની કિંમત 68.27 રૂપિયા પ્રતીલીટર તો ડીઝલની કિંમત 68.04 રૂપિયા છે.
ઉલ્લેખનીય છે કે ઈન્ટરનેશનલ માર્કેટમાં કાચા ઇંધણની કિંમતોમાં વધારો થવાથી આગામી કેટલાક દિવસો સુધી પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોંઘવારી બની રહશે. 27 ડિસેમ્બરથી સતત કાચુ તેલ મોંઘુ થવાનો સિલસિલો ચાલી રહ્યો છે. અત્યારે બ્રેન્ટ ક્રૂડ 60 ડૉલર પ્રતિ બેરલની નજીક ચાલી રહ્યું છે. જો કાચા તેલની કિંમત આ સ્તરથી વધે તો પેટ્રોલ અને ડીઝલમાં એક-બે રૂપિયાનો વધારો થઈ શકે છે.કેટલાક દિવસોથી કાચા તેલની કિંમતોમાં 50 ડૉલર પ્રતિ બેરલના સ્તર પર પહોંચી ગઈ હતી